________________
માર્ગાનુસારિણી બુદ્ધિ સ્યાદ્વાદની ભૂલભૂલામણીમાંથી માગ આપે છે અને સૂક્ષમબુદ્ધિ અનુપ્રેક્ષા દ્વારા શાસ્ત્રોમાં ઊંડા ઉતરવા સહાય કરે છે.
શાસોને જગતને આરિસ કહ્યો છે. કારણ કે તેમાં જગતના વૈકાલિક સર્વ ભાવેનું વાસ્તવિક પ્રતિબિમ્બ છે, અને તેને જોવાની આંખ આ અનુપ્રેક્ષા છે.
સુમન ! જ્ઞાનીઓએ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાયને સર્વશ્રેષ્ઠ તપ કહ્યો છે, તે શ્રેષ્ઠતા આ અનુપ્રેક્ષા અને પાંચમા ધર્મકથા સ્વાધ્યાયને વેગે છે, એ વાત હવે પછી વિચારીશું.
આપણે જે કંઈ સમજવું જરૂરી છે, તેમાં અનુપ્રેક્ષા વિના ચાલે તેમ નથી, માટે એ સંબંધી આજે તને થોડુંક સમજાવ્યું છે. તેનું ચિંતન મનન કરજે અને ન સમજાય તે વિના સંકોચે પૂછજે.
*
*
**
*