________________
મૂઢતા અને અસદાચાર ઘટે, તે રીતે સમજાવનારા ધર્મકથીને તેથી પણ અધિક પ્રભાવક કહ્યા છે.
સુમન ! શાસો વિના આજે આપણું અંધારું ટાળનાર કેઈ નથી. અને શાસ્ત્રોનું ગાંભીર્થ સ્વયંભૂરમણ સમુદ્ર કરતાંય ઘણું છે. તેના ઊંડાણમાં પહોંચી તને શોધવા એ ઘણું જ દુષ્કર છે.
એથી તે જ્ઞાનીઓએ સ્વધ્યાયના પાંચ પ્રકારો જણાવ્યા છે. તેને પહેલે પ્રકાર છે વાચના ! વાચના એટલે ગ્રન્થના આલમ્બનથી સૂત્રોનું અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું.
બીજો પ્રકાર છે પૃછના ! નહિ સમજાએલું કે વિસ્મૃત થયેલું બીજાને પૂછવું તેને પૃચ્છના કહેવાય છે. છે. ત્રીજે પ્રકાર છે પરાવર્તન ! ભણેલું વિસરી ન જાય, એ માટે ઉચ્ચાર શુદ્ધિપૂર્વક વાર વાર ગણવું તે પરાવર્તન કહેવાય છે.
આ ત્રણ પ્રકારોને દ્રવ્યક્ત કહ્યું છે. કારણ કે તે ચોથા પાંચમા પ્રકારના કારણભૂત છે.
ચોથે પ્રકાર છે અનુપ્રેક્ષા! “અનુ'=સૂત્રને અનુસરીને,
પ્રકૃછતયા જેવું, શોધવું, તેને “અનુપ્રેક્ષા' કહેવાય છે.
સુમન ! આ અનુપ્રેક્ષા શાસોનાં ગૂઢ રહસ્યને શોધવાનું દિવ્યચક્ષુ છે. જેનાં નેત્ર નિર્મળ અને તેજસ્વી હોય તે તેટલું
સ્પષ્ટ અને દૂર પણ જોઈ શકે, તેમ જેને દર્શન મેહનીય રેગ ટળવાથી બુદ્ધિ માર્ગોનુસારિણી થઈ હોય અને જ્ઞાનવરણીય ક્ષેપશમ થવાથી સતેજ થઈ હોય તે શાસ્ત્રોનાં ઊંડાં સત્ય તને શોધી શકે !