________________
સુમન ! હવે તેને સમજાશે કે માત્ર ભાષાજ્ઞાનથી શાગત ગૂઢ રહસ્યને પામી ન શકાય, દેવ-ગુરુને સમર્પિત થઈને તેઓની વિધિ પૂર્વક ઉપાસના કરી હોય, અને તે દ્વારા આવરણોનો ક્ષયોપશમ થવાથી જીવનમાં નમસ્કારને સ્પર્શ થયે હય, અહંકાર અને મમકાર ઘટયા હોય, ત્યારે આ યેગ્યતા પ્રાપ્ત થાય છે. .
- સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. તેના અભાવે શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. સૂત્રગત અપ્રગટ ભાને એ સૂત્રના આધારે શોધ્યા વિના સાચું તત્ત્વજ્ઞાન પામી શકાય તેમ નથી.
સુમન ! શાસ્ત્રવિરૂદ્ધ બે હાનિકારક છે, તેમ શાસ્ત્રોના ઔદંપર્યને શોધ્યા વિનાને અધુરે બધ પણ હાનિકારક છે એથી ઉસૂત્રને ભય એવો ન જોઈએ કે જે શાસ્ત્રોનાં રહસ્યોને શોધતાં મુંઝવે ! શબ્દાર્થમાં બંધાઈ રહેવું અને ટુંકા અને પૂર્ણ માની લેવો એ વિકાસમાં રોધક છે.
સુમન ! અનુપ્રેક્ષા આત્મવિકાસના પાયે છે. શાસ્ત્રો આત્માના ગુણરૂપ ઝવેરાતની પેટી છે-તિજોરી છે. સ્યાદ્વાદ એને ઉઘાડવાની કુંચી છે, માર્ગાતુસારિણી બુદ્ધિ એને ઉઘાડવાની આવડત છે અને અનુપ્રેક્ષા ઝવેરાતને જોવાની આંખ છે. પ્રકાશ છતાં આંખ વિના અંધારું ન ટળે તેમ શાસ્ત્રો ભણવા છતાં અનુપ્રેક્ષા વિના અજ્ઞાન ન ટળે.
સુમન ! શાસ્ત્રોને સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે સ્વકૃત અષ્ટક પ્રકરણમાં સૂકમબુદ્ધિનું અને માર્ગોનુ સારિણી બુદ્ધિનું જે મહત્ત્વ વર્ણવ્યું છે, તે કેટલું ઉપયોગી છે તે તને હવે સમજાશે.