SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સુમન ! હવે તેને સમજાશે કે માત્ર ભાષાજ્ઞાનથી શાગત ગૂઢ રહસ્યને પામી ન શકાય, દેવ-ગુરુને સમર્પિત થઈને તેઓની વિધિ પૂર્વક ઉપાસના કરી હોય, અને તે દ્વારા આવરણોનો ક્ષયોપશમ થવાથી જીવનમાં નમસ્કારને સ્પર્શ થયે હય, અહંકાર અને મમકાર ઘટયા હોય, ત્યારે આ યેગ્યતા પ્રાપ્ત થાય છે. . - સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. તેના અભાવે શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. સૂત્રગત અપ્રગટ ભાને એ સૂત્રના આધારે શોધ્યા વિના સાચું તત્ત્વજ્ઞાન પામી શકાય તેમ નથી. સુમન ! શાસ્ત્રવિરૂદ્ધ બે હાનિકારક છે, તેમ શાસ્ત્રોના ઔદંપર્યને શોધ્યા વિનાને અધુરે બધ પણ હાનિકારક છે એથી ઉસૂત્રને ભય એવો ન જોઈએ કે જે શાસ્ત્રોનાં રહસ્યોને શોધતાં મુંઝવે ! શબ્દાર્થમાં બંધાઈ રહેવું અને ટુંકા અને પૂર્ણ માની લેવો એ વિકાસમાં રોધક છે. સુમન ! અનુપ્રેક્ષા આત્મવિકાસના પાયે છે. શાસ્ત્રો આત્માના ગુણરૂપ ઝવેરાતની પેટી છે-તિજોરી છે. સ્યાદ્વાદ એને ઉઘાડવાની કુંચી છે, માર્ગાતુસારિણી બુદ્ધિ એને ઉઘાડવાની આવડત છે અને અનુપ્રેક્ષા ઝવેરાતને જોવાની આંખ છે. પ્રકાશ છતાં આંખ વિના અંધારું ન ટળે તેમ શાસ્ત્રો ભણવા છતાં અનુપ્રેક્ષા વિના અજ્ઞાન ન ટળે. સુમન ! શાસ્ત્રોને સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે સ્વકૃત અષ્ટક પ્રકરણમાં સૂકમબુદ્ધિનું અને માર્ગોનુ સારિણી બુદ્ધિનું જે મહત્ત્વ વર્ણવ્યું છે, તે કેટલું ઉપયોગી છે તે તને હવે સમજાશે.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy