________________
બધા છે કે તેને શબ્દથી પૂર્ણતયા શ્રીતીર્થકર પણ ન સમજાવી શકે.
એથી તે તેઓએ કહ્યું છે કે સમજવા ચોગ્ય ભાવોને પૂર્ણતયા સમજાવા છતાં તેને અનંત ભાગ જ વાણીથી સમજાવી શકાય તેમ છે. શું ઘઉં, જુવાર, બાજરો વગેરેના લેટને સ્વાદ ચાખીને સમજવા છતાં તેમાં રહેલું અંતર યથાર્થ રૂપમાં બીજાને શબ્દથી સમજાવી શકાય ? એમ ભિન્ન ભિન્ન ભાવમાં રહેલું તારતમ્ય પણ શબ્દથી પૂર્ણતયા કદિ ન સમજાવી શકાય!
અને સુમન ! જેટલું વાણીથી જે રીતે સમજાવી શકાય તેટલું લખીને તે રીતે સમજાવી શકાય ? કદિ નહિ, એ કારણે બોલી શકાય તેવા ભાવોને પણ અનંત ભાગ જ સૂત્રરૂપે ગૂંથાયે છે.
સુમન ! તને પ્રશ્ન થશે કે જે સૂત્રોમાં અનંતમાંથી પણ અનંતમા ભાગનું લખાયું છે. તે તેને પૂર્ણ કેમ મનાય ? પણ એ પ્રશ્ન બરાબર નથી. સંક્ષિપ્ત પણ આગમ પરિપૂર્ણ છે. કારણ કે તેના પ્રત્યેક વાકયો અમુક જ અથનાં વાચક નથી, વિવિધ અપેક્ષાઓથી યુક્ત છે. શાસ્ત્રો કહે છે કે-સૂત્રના એક એક અક્ષરના ભિન્ન ભિન્ન અપેક્ષાએ અનંતા અર્થ થઈ શકે છે. તું એવું ન સમજતો કે “તે કારણે ગમે તે સૂવને ગમે તે અપેક્ષાનાં બળે ગમે તે અર્થ કરી શકાય?! કારણ કે એનો કેઈપણ અર્થ સ્વ-પર આત્મશુદ્ધિકારક બને તે જ કરો જોઈએ, અન્યથા ઉસૂત્ર થઈ જાય,
એ કારણે તે શબ્દાર્થ, વાક્યાથ, મહાવાકયાથ અને