________________
[૨]
સુમન ! ગઈ વખતે કરેલી વાતો ઉપર તે ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે ગૃહસ્થજીવનમાં પ્રત્યેક કાર્યોને ધમ સ્વરૂપ બનાવવા માટે જિનવચનને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી.
સાંભળ! એ માટે જરૂરી એક વાત હું તને સમજાવું છું.
જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી સંસારી જીવ માત્ર છદ્મસ્થ એટલે અજ્ઞ છે. તેથી તે સુખના પ્રયત્ન કરે તે પણ પ્રાયઃ વિપરીત થાય છે. એ કારણે તે આપણે અનંત કાળથી પ્રત્યેક જન્મમાં સુખ માટે ઘણું ઘણું કર્યું, પણ સુખ ન મળ્યું, દુઃખ વધતું જ રહ્યું, શું કઈ કાર્ય તેને કરવાની આવડત વિના સિદ્ધ થાય?
આ જ્ઞાન આપણું જ્યાં સુધી પ્રકાશમાં ન આવે, ત્યાં સુધી બીજાના જ્ઞાનને આશ્રય લે જ રહ્યો. તે પણ જે તે જ્ઞાનને નહિ, પણ જ્ઞાનસપૂર્ણ એવા શ્રીતીર્થકર ભગવંતના જ્ઞાનને જ.
એ કારણે કે તેઓ પોતાના જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ કરીને પછી જગતના અને માર્ગ બતાવી ગયા છે.
એમ છતાં સુમન ! જગતના ત્રણે કાળના ભાવે એટલા
10.