________________
શુદ્ધ કરનાર એક જ ધર્મરૂપ ઔષધિ છે. જેમ મેલા પાણીમાં પડેલું કતકનું ચૂર્ણ પાણીને શીધ્ર નિર્મળ બનાવે છે તેમ મોહમલિન બુદ્ધિને પણ ધર્મરૂપ ઔષધિ નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. એવી બુદ્ધિથી કરાએલાં લૌકિક, લોકોત્તર સર્વ કાર્યો અપ્રમાદરૂપ હોઈ આત્માને હિતકર બને છે.
સુમન ! ગૃહસ્થ પિતાના પ્રત્યેક કાર્યમાં ધર્મની સહાય સ્વીકારે તે તેની બુદ્ધિ નિર્મળ-અમૂઢ થવાથી ગૃહસ્થાશ્રમમાં તે ડૂબી જતો નથી, પણ તે તે લૌકિક કાર્યો કરવા છતાં બુદ્ધિ શુદ્ધ રહેવાથી વૈરાગ્ય ટકી રહે છે અને સંસારને છોડી સંયમી પણ બની શકે છે.
ગૃહસ્થજીવનમાં પ્રત્યેક કાર્યમાં બુદ્ધિ શુદ્ધ કરવા ધર્મ કરણીય છે અને સાધુ જીવનમાં બુદ્ધિ શુદ્ધ અને અમૂઢ હોવાથી પ્રત્યેક કાર્યમાં આત્માને શુદ્ધ કરવા ધર્મ કરણીય છે. એથી જ ગૃહસ્થનાં ધર્મ કાર્યોમાં પુણ્યબંધ મુખ્ય છે-અને સાધુને નિજ મુખ્ય છે.
સુમન ! આ અને આવું બીજું પણ ઘણું સમજવા ગ્ય છે, તે પુનઃ આપણે મળીશું ત્યારે વિચારીશું. હાલ તે આજે મેં જે કહ્યું તેનું ચિંતન કરજે, એથી બીજી વાતો સમજવી સરળ થશે.
E;