________________
બુદ્ધિ ન થાય એ ઉદ્દેશથી આપણે શ્રી નવકારનું મરણ કરીને પગલું ભરીએ છીએ. અહીં ધન મેળવવા માટે શ્રી નવકારનું સ્મરણ કરીએ તો તે પ્રમાદ અને અન્યાય અનીતિથી બચવા દુકાને જતાં પણ શ્રી નવકારનું સ્મરણ કરીએ તે અપ્રમાદ !
એમ બ્રહ્મચર્ય પાલન કરવાનું સામર્થ્ય ન પ્રગટે ત્યાં સુધી લગ્ન અનિવાર્ય છે, તેથી કરવું પડે, પણ લગ્ન પછી ભેગના કીડા બની સંસાર વધારવા જેવી આસકિતમાં ન સપડાઈએ; બુદ્ધિમાં વૈરાગ્ય ટકી રહે એ માટે લગ્નાદિ પ્રસંગોમાં પણ પ્રભુભકિત વગેરેના મહોત્સવ ઉજવીએ છીએ. અહીં પણ વિષયનાં સુખને માણવા એ બધું કરીયે તો તે પ્રમાદ અને લગ્ન કરવા છતાં ભેગાસક્તિથી બચવા મહોત્સ ઉજવીએ તે તે અપ્રમાદ.
એમ ભજન ભાવે, શરીર પુષ્ટ બને; ખાધેલું પચી જાથ, વગેરે ઈચ્છાથી ભેજન પહેલાં શ્રી નવકારનું સ્મરણ કરવું તે પ્રમાદ અને સ્વાદિષ્ટ ભોજન લેવા છતાં તેના રસમાં ન લપટાવા માટે શ્રી નવકારનું સમરણ કરવું તે અપ્રમાદ ! - સુમન ! મોહમૂઢ બનાવનારી સાંસારીક ક્રિયાઓથી આપણે એકાએક નહિ છૂટી શકીએ. એ માટે તે ઘણું ઘણી શુદ્ધિ કરવી પડશે. માટે જ્યાં સુધી આપણે એવું ગબળ ન પામી ત્યાં સુધી તે તે ક્રિયાઓ કરતાં પણ આપણે મૂઢ બની ન ન કર્મોને બંધ ન કરી બેસીએ; અમૂઢ લયવાળા રહી શકીએ અને સાંસારીક કાર્યો કરતાં છતાં કમનો ભાર ઓછો છરી શકીએ; એ કારણે પ્રત્યેક કાર્યોમાં ધર્મને આગળ રાખ જરૂરી છે.