________________
સમાધિ અને સંવેગમાં વતતે હું આજ પૂર્વે મેં જે કંઈ નાનું-મોટું પાપ કર્યું હોય તે સર્વને આપની સમક્ષ આજે વિવિધ ત્રિવિધ ખમાવું છું. '
સુકૃત અનુમોદના-એ રીતે મારાં સર્વ દુષ્કતની ગહ કરતે હું આપની સમક્ષ, જેમ કોઈ મહારોગી શાસ્ત્રાર્થમાં કુશળ વૈદ્યની ઉપદેશેલી કિયાને આરોગ્ય માટે સહે, તેમ મારા ભાવ આરોગ્યને માટે આપનાં ઉપદેશેલાં અને તે તે જીવેએ તથા મેં પણ કંઈ આચરેલાં એવાં સર્વ સુકૃત્યેની અનુમોદના કરું છું, અને આપની કૃપાથી મને ભમવ એ સુકૃત્યોને પક્ષ તથા પ્રાપ્તિ થાય, એવી પ્રાર્થના કરું છું.
હે ભગવંત! તેમાં ત્રણેય કાળના ત્રણેય જગતના અનન્ય ઉપકારી એવા સર્વ શ્રી અરિહંતદેએ પૂર્વે ત્રીજા ભવે કરેલી તીર્થકરપણને પ્રાપ્ત કરાવનારી વીશસ્થાનક તપની આરાધનાને, દેવાદિ ભવથી જ સાથે લાવેલા તેઓના મતિ-શ્રુત અને અવધિજ્ઞાનને, નિજનિજ કલ્યાણ કેના દિવસેમાં ચારેય નિકાયના અસંખ્ય દેના આગમનથી તેઓએ પ્રગટાવેલી ત્રણેય લોકમાં પિતાની પ્રભુતાને, વિશ્વના સર્વ જીવેના હિતાર્થે વાત્સલ્યપૂર્વક તીર્થ પ્રવર્તાવવાની તેઓની તત્પરતાને, તેના પ્રકૃષ્ટ સર્વ ગુણોને, સર્વોત્તમ પુણ્યસમૂહને, સર્વ અતિશયોને, રાગ-દ્વેષ અને મેહરહિત વિતરાગતાને, કાલક પ્રકાશક કેવળજ્ઞાનરૂપી તેઓની લક્ષ્મીને, દેએ કરેલા