________________
ઘેરાયેલે મનુષ્ય રક્ષકને અને સમુદ્રમાં ડૂબતે દુર્લભ નાવડીને સ્વીકારે, તેમ હે ભગવંત! શરણરૂપે સ્વીકારું છું. વળી આઠેય કર્મોના ચય એટલે સમૂહને રિક્ત એટલે નાશ કરનાર, દુર્ગતિભંજક, કાયરોને સાંભળવામાં કે વિચારવામાં પણ દુષ્કર, અતિશયવાળાં એવાં દ્રવ્યભાવ સર્વ પ્રશસ્ત કાર્યોની સિદ્ધિ કરાવનાર, તથા સર્વ દે-રેવેન્દ્રો અને નરેન્દ્રોને પણ વંદનીય-પૂજનીય, એવા શ્રી જિનકથિત ચારિત્રથમનું હે ભગવંત! મારે સદા શરણ થાઓ ! વળી જે ભાવ વિના કેવળ દ્રવ્યક્રિયાના ફળરૂપે પણ નવવેયક દેવના સુખને આપનાર છે, ઉત્કૃષ્ટ ભાવથી તે જ ભાવે અને જઘન્ય ભાવે પણ સાત-આઠ ભોમાં મુક્તિને આપનાર છે, વળી જે લે કેત્તમ ગુણવાળે, લોકેત્તમ ગણધરાએ રચેલે, લોકોત્તમ આત્માઓએ પાળેલ અને લકત્તમ સર્વશ્રેષ્ઠ ફળને આપનાર, શ્રી કેવલીભગવંતે કહલે અને શ્રી ગણધરભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલે છે, એવા મનહર રમ્ય ધર્મનું હે ભગવંત ! આપની કૃપાથી મને ભભવ શરણ થાઓ !
એ રીતે હે ભગવંત ! મારા ભવભ્રમણનું નિવેદન કરીને, આપના ઉપદેશાનુસાર દુષ્કૃતગહ, સુકૃતાનુદના અને ચાર શરણને સ્વીકારીને, છેલ્લે આપને પ્રાર્થના કરું છું કે-આપની કૃપાથી મને ભવ આપનું શાસન મળે, આપના કહેલા શ્રુત-ચારિત્ર ઊભય ધર્મની આરાધનાનું સામર્થ્ય-એગ્યતા પ્રમાણે અને એ રીતે હું