________________
માદની આ જ્ઞાનીઓએ કરેલી વ્યાખ્યા વ્યાપક છે. અમુક કિયા પ્રમાદરૂપ અને અમુકકિયા અપ્રમાદરૂપ એમ એકતા માનવું એ અધુરી સમજ છે.
જિન વચનાનુસારણિ અમૃઢ બુદ્ધિથી જે જે કાર્યો થાય તે દરેક અપ્રમાદ ગણાય અને મૂઢ-મહાધીન બુદ્ધિથી જે જે કરીએ તે બધુંય પ્રમાદ ગણાય !
શું તું એમ કહી શકીશ? કે સંસારમાં જરૂરી ધન-પુત્ર પરિવાર કે એવું બીજું પણ જે જે મેળવવા માટે ધર્મકાર્યો કરીએ તેને અપ્રમાદ કહેવાય? કીર્તિ કે લોકરંજન વગેરે માટે ધર્મ ક્રિયા કરીએ તે પણ શું ધર્મ કહેવાય? - શ્રેયસ્ ! તારા કથન પ્રમાણે તો આપણે લૌકિક પ્રત્યેક કાર્યો કરતાં પહેલાં દેવદર્શન, ગુરુવંદન, જ્ઞાન પૂજન વગેરે કરીએ છીએ, ગુરૂને વાસક્ષેપ લઇએ છીએ, તેઓશ્રીના મુખે માંગલિક સાંભળીએ છે એ, દુકાન તરફ પગલું ભરતાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ છીએ, લગ્નાદિ પ્રસંગે પ્રભુ ભક્તિના મહોત્સવ ઊજવીએ છીએ, વગેરે ઘણું ઘણું કરીએ છીએ તે ખોટું કરશે.
આપણે સંસારીક કયાં કાર્યોમાં ધર્મને આગળ નથી. કરતા ? પ્રાયઃ આપણી શ્રદ્ધા છે કે જીવનનું કોઈ પણ કાર્ય કરતાં ધર્મનું મંગળ કરીએ તે આપણું કાર્ય નિવિંદને સિદ્ધ થાય, સુખ મળે ધન દોલત મળે, પુત્ર પરિવાર મળે, વગેરે વગેરે, શું. આ બધે પ્રમાદ છે? અને પ્રમાદ છે તે આપણા જ્ઞાની ગુરુએ તેવા પ્રસંગે આપણને વાસક્ષેપ કરે છે, માંગલિક સંભળાવે છે, તે બધું કેમ કરી શકે ? તેઓ આપણા હિતસ્વી છે. મહાઉપકારી છે, તે આપણને પ્રમાદથી રોકે કેમ નહિ?