________________
સંસારી જેને આશ્રય, શ્રેષ્ઠ અતિશયોથી સમૃદ્ધ, અનંત બળ-વીર્ય અને સત્ત્વવાળા, સંસારસમુદ્રથી પાર ઉતારનારા વહાણતુલ્ય, અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર તથા ઈન્દ્રને પણ દુજેય એવા પણ કામના ગર્વને ગાળનાર છે, તે શ્રી અરિહંત ભગવંતેનું મારે શરણ થાઓ! વળી જેઓ ત્રણેય લેકને જીતનારા, મેહનો પણ પરાભવ કરનારા મહામલ્લ, ત્રણ લોકની લક્ષમીના તિલક, મિથ્યાત્વના અંધકારને વિનાશ કરનારા સૂર્ય, ત્રણેય લોકમાં પૂજ્ય, ત્રણેય લોકમાં વિસ્તૃત પ્રતાપશાળી, પ્રચંડ પણ પાખંડીઓના પ્રભાવને ચૂરનારા, ત્રણેય ભુવનમાં વિસ્તૃત ઉજવળ કીર્તિવાળા, ત્રણેય લેકરૂપી સરોવરમાં રાજહંસ, ધર્મધુરંધર ધરી, પ્રશસ્ત સર્વ અવસ્થાઓવાળા, અપ્રતિહત અજેય શાસનપતિ, અમેય તેજવાળા, પુણ્યવંત છને જ પ્રાપ્ય છે દુર્લભ દર્શન જેઓનું, શ્રીમાન, ભગવાન, કરુણાળુ અને પ્રકૃષ્ટ વિજયવંત,
એવા સર્વ શ્રી અરિહંતદેવેનું મને શરણ હો! - ૨-સિદ્ધશરણ-વળી હે ભગવંત! ત્રણેય કાળના સર્વ
શ્રી સિદ્ધભગવંતે, કે જેઓ માનવભવમાં ચારિત્ર પાળીને પંડિતમરણે મરીને કૃતકૃત્ય થવાથી સિદ્ધ છે, નિર્મળ કેવળજ્ઞાનથી બુદ્ધ છે, સંસારનાં કારણે થી મુક્ત છે અનંત ગુણોનું નિધાન છે, અનંત વીર્યવાળા છે, શાશ્વત અનંત સુખના ભેગી છે, સર્વ સંગરહિત છે અને સ્વ-પર કર્મબંધથી યુક્ત છે, તે સર્વ શ્રી સિદ્ધ ભગવંતેનું મને