________________
પ્રગટ પ્રભાવી આઠ પ્રાતિહાર્યોની શેભાને, દેવરચિત અતિ સુકોમળ સુવર્ણકમળ ઉપર પગ સ્થાપીને કરતા ગમનાગમનને, અગ્લાનપણે નિસ્વાર્થભાવે કરેલા ધર્મોપદેશને, અનુપકારી પણ અન્ય જીને અનુગ્રહ કરવાની તેઓની પ્રકૃતિને, એકીસાથે ઉદય પામેલા તેઓના સર્વ પુણ્યપ્રકારને, ત્રણેય લેકના સમૂહે કરેલી તેઓની પૂજાને, સ્કૂરાયમાન સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી તેઓની સંપત્તિને, અબાધિત અખંડ પ્રતાપને અને અનુત્તર ચારિત્ર દ્વારા જન્મ–જરા-મરણ વગેરે સર્વ પ્રકારનાં સર્વ દુઃખોથી રહિત શાશ્વત સુખરૂપ મુક્તિના પ્રાપ્તિને, વગેરે સર્વ અરિહંતનાં અગણિત સુકાની ત્રિવિધ ત્રિવિધ સદા સમ્યમ્ અનુમોદના કરું છું.
વળી હે ભગવંત! શ્રી સિદ્ધભગવંતે. કે જેઓને સંસારવાસ મૂળમાંથી નષ્ટ થયું છે, જે સર્વ કર્મોના લેપથી મુક્ત છે, રાહુમુક્ત ચંદ્ર-સૂર્યનો જેમ કર્મથી મુક્ત અનુપમ ઉજવળ શેભાને પામેલા છે, શાશ્વતઅજર-અજન્મા-અરૂપી-નિરોગી અને સર્વતંત્રસ્વતંત્ર છે, સિદ્ધસ્થાનમાં શાશ્વતકાળ રહેલા છે, સવાધીન -એકન્તિક–આત્યંતિક અને અનંત એવી સુખસમૃદ્ધિના ભક્તા છે, કેવળજ્ઞાન-દર્શન દ્વારા મિથ્યાતમના નાશક છે, સમકાળે લોકાલોકમાં વર્તતા સર્વ સદ્દભૂત પદાર્થોને સંપૂર્ણ દેખે છે, એથી જ જેઓ અનંત વિયવાળા છે, શબ્દાદિથી અગમ્ય છે, અદ્ય-અભેદ્ય-સદા કૃતકૃત્ય