________________
ઉપઘાત કર્યો હોય, તે સર્વને પણ ત્રિવિધે ત્રિવિધે ગ” છું. તેમાં જે શ્રી જિનપ્રતિમાને ભાંગી, તોડી, ગાળી હોય કે વિક્રય કર્યો, કરાવ્યું કે અનુમો હય; તે સર્વને પણ નિર્દુ છું.
વળી મિથ્યાત્વને વિસ્તારનારાં વિવિધ પાપ, જેવાં કે- સૂક્ષ્મ બાદર-ત્રસ કે સ્થાવર જીનાં ઘાતક રેટ, ઘરંટી, સાંબેલાં, ખાંડણિયા, હળ, કેશ વગેરે અને ઘડ્યાં - ઘડાવ્યાં કે વેચ્યાં-વેચાવ્યાં હોય તેને ગહું છું.
વળી ધર્મબુદ્ધિએ દવ સળગાવવા, કાંટા બાળવા, વગેરે તથા કૂવા, વાવ, તળાવ ખોદાવવા-યજ્ઞ કરાવવા વગેરે પાપ કર્યા–કરાવ્યાં કે અનુમોઘાં હોય; તે સર્વની પણ આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે ગર્તા કરું છું . સમકિત પામીને પણ આ ભવ–પરભવે તેની વિરુદ્ધ
અતિચાર સેવ્યા હોય અને સાધુ અથવા શ્રાવકધર્મને પાળતા પણ મેં રાગ-દ્વેષને વશ થઈ પરાયું માની શ્રી જિનમંદિર, પ્રતિમા, કે સંઘ વગેરે પ્રત્યે જે થેડી પણ ઉદાસીનતા સેવી હોય, તિરસ્કાર કે અવજ્ઞા કરી. હેય, ઉપઘાત કે પ્રષિ કર્યો હોય તે સર્વની, તથા અણુવ્રત-ગુણવતા અને શિક્ષાત્રમાં જે નાના-મોટા અતિચાર સેવ્યા હોય તે સર્વની પણ ગહ કરું છું.
વળી અંગારકમ વગેરે પાંચ કર્મો, દાંત-લાખ વગેરેના પાંચ વ્યાપાર તથા યંત્રપ્રયાગાદિ પાંચ સામાન્ય પાપ, એ પંદર કર્માદાનની પ્રવૃત્તિ તથા પ્રમાદથી,