________________
જ્ઞાનાવરણ-દર્શનાવરણે કે વિશ્વના સર્વ પદાર્થોના સર્વ ભાવને જણાવનારો કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ અદભૂત પ્રકાશ પ્રગટયો. એ રીતે સગી કેવળી ગુણસ્થાનરૂપ
જ્યારે તેરમા સૈપાને પહોંચ્યા, ત્યારે ચારિત્રધર્મ વગેરે સઘળા અતિ ઉત્કર્ષને પામ્યા. તેમનાં સૈન્યમાં એટલે હર્ષ વધી ગયે કે-કેઈના અંગમાં હર્ષ માટે નથી. પછી તે બલિરાજર્ષિ કેવળીએ ઘણે કાળ લોકોની સમક્ષ કુટિલ મેહાદિ શત્રુઓના પ્રપંચને પ્રગટરૂપે જણાવીને અનેકાનેક ભવ્ય જીવોને તે શત્રુઓના પ્રપંચથી બચાવ્યા. પ્રાન્ત, આયુષ્ય અંતમું હૃત્ત શેષ જાણીને ગનિરોધપૂર્વક ચૌદમા ગુરુસ્થાનકે જઈ, ત્યાં શૈલેશીકરણ દ્વારા ચરમ સમયે શેષ અઘાતી કર્મોને પણ ક્ષય કરીને, તે જ સમયે આત્માની અચિંત્ય શક્તિથી વચ્ચેના કેઈ આકાશપ્રદેશને પર્યા વિના, સાત રાજ ઊંચે સિદ્ધક્ષેત્રમાં નિજ અવગાહનાથી ત્રીજા ભાગે ન્યૂન ક્ષેત્ર અવગાહીને, સાદિઅનંત સ્થિતિએ સિદ્ધસ્વરૂપને પામ્યા. આજે પણ તેઓ અનંત-અક્ષય-અલૌકિક-એકાન્તિક-આત્મિક સુખને અનુભવ કરતા પરમાન ને ભેગવી રહ્યા છે.
હે ભગવંત! એ રીતે આજ પૂર્વે મારી સાથેના અનંતા જ આપની કરુણાથી સિદ્ધિ પદને વર્યા છે અને આજે પણ તેવા સાધકો આપની આજ્ઞાથી સાધના કરી રહ્યા છે. હું પાપી અનંત કાળથી રખડું છું, આ૫ કરુણા કરી મારો ઉદ્ધાર કરો, અાપના સિવાય