________________
અભિમાનથી, સહસાત્કારે, ઉપયોગશૂન્યતાથી અને ઈરાદાપૂર્વક કે આગ્રહથી જે કઈ પાપ કર્યા હોય તે સર્વની, તથા બીજાને પરાભવ કરવારૂપે, બીજાના સંકટમાં સુખ માનવારૂપે, હાંસીરૂપે, વિશ્વાસઘાતરૂપે, બીજાની દાક્ષિણ્યતાથી, તીવ્ર વિષયાભિલાષાથી, રમતથી, મશ્કરીરૂપે, કુતૂહલ વૃત્તિથી કે આનં-રૌદ્ર ધાનરૂપે, એમ સમજન કે પ્રયેાજન વિના પણ જે કંઈ પાપ કર્યા-કરાવ્યાં કે અનુમાડ્યાં હોય તે સર્વને ગણું છું
વળી મહમૂઢ બનેલા મેં કઈ પણ ભવમાં સામાચારીને, વ્રતને કે નિયમોનો ભંગ કર્યો-કરાવ્યો હોય; દેવને અદેવ, અદેવને દેવ, ગુરુને કુગુરુ, કુગુરુને સુગુરુ, અતત્વને તત્વ કે તત્વને અતવ, અથવા અધર્મને ધર્મ કે ધર્મને અધમ મા-મનાવ્યું કે અનુમોદ્યો હોય; વળી મિથ્યાત્વથી મૂઢ મેં સર્વ જીવો પ્રત્યે મૈત્રી, સવિશેષ ગુણવતે પ્રત્યે પ્રમોદ, દીન-દુઃખી વગેરેની કરુણ કે પાપાસક્ત અગ્ય જીવોની ઉપેક્ષા ન કરી; પાપશાસ્ત્રોનું શ્રવચ કર્યું, ચારિત્ર પ્રત્યે અનુરાગ ન કો તથા દેવગુર્વાદિની વૈયાવચ્ચ ન કરી અને તેઓની નિંદા-હેલના કરી; તે સર્વ પાપ ને પણ ત્રિવિધે ત્રિવધે ગડુ છું.
વળી હે ભગવંત! અમૃતતુલ્ય-વિશ્વહિતકર આપની વાણીને મેં સાંભળી નહિ, સાંભળી પણ સહી નહિ, અને સાંભળવા-સેડવા છતાં તથા બળ-વીર્ય-પરાક્રમ અને પુરૂષકાર હેવા છતાં તેને સ્વીકારી નહિ, પાળી