________________
આ ભયંકર સંસારમાં હવે મારું કોઈ શરણું-નથી. હે પ્રભે! આજ સુધી વિવિધ રીતે મહાદિ શત્રુઓને વશ થઈ આપની આજ્ઞાની મેં જે વિરાધના કરી છે, તેની આપની સમક્ષ હું ગહ કરું છું.
દુષ્કૃતનિંદા- હે ભગવંત! અનાદિ સંસારમાં જન્મ-મરણ કરતા મેં શ્રી અરિહંતે, તેઓનાં ચૈત્ય, સિદ્ધભગવંતે, આચાર્ય ભગવંતે, ઉપાધ્યાયભગવંતે, મુનિભગવંતે, પૂજ્ય સાધવીજીઓ તથા બીજા પણ વંદન, પૂજન, સત્કાર અને સન્માન કરવાયેગ્ય વિશુદ્ધ સર્વ ધર્મસ્થાને પ્રત્યે, તથા જે મારાં માતાઓ, પિતાએ, બંધુઓ, મિત્ર કે ઉપકારીઓ પ્રત્યે પણ કદાપિ કેઈ પ્રકારે મન-વચન-કાયાથી કંઈ પણ અ નુચિત કર્યું હોય અને જે કંઈ ઉચિત છતાં ન કર્યું હોય તે સર્વની ત્રિવિધ ત્રિવિધે હું આપની સમક્ષ ગહ કરું છું.
વળી આઠ મદસ્થાને અને અઢાર પાપસ્થાને પૈકી કોઈ પ્રકારે મેં કેઈદેષ સેવ્યો હોય, તેમાં પણ અજ્ઞાનથી, અને ક્રોધ-માન-માયા કે લોભથી જે કઈ નાના-મોટા દેષ સેવ્યા–સેવરાવ્યા કે અનુમેઘા હોય, તે સર્વની ગહનિંદા કરું છું. રાગ-દ્વેષ કે મેહથી વિવેકભ્રષ્ટ થએલા, કે મિથ્યાત્વના ઝેરથી બેભાન બનેલા મેં આ ભવમાં કે પૂર્વભવમાં આ કવિરુદ્ધ, પરલેકવિરુદ્ધ વર્તન કર્યું કે શ્રી જિનમંદિર, જિનમૂતિ, જિનાગમ કે શ્રીસંઘ વગેરેને મન-વચન-કાયાથી પ્રદેષ કર્યો, અવર્ણવાદ અથવા