________________
૭૩ અદ્ધરાન-પૂjનાન કરવામાં. શૌચ કરતાં, પીતાં કે જળકીડા વગેરે કરતાં આ ભવે કે અન્ય ભામાં સ્વય કે અન્ય દ્વારા જે અપકાયની; વળી સળગતા અગ્નિને ઘી વગેરે સિંચવામાં કે બૂઝાવતાં, રસેઈ પકાવતાં, બાળતાં, સેકતાં, ડામ દેતાં, દીપક પ્રગટાવતાં, કે બીજા પણુ લુહાર-સેના–ધોબી, કંસારા, ભાડભુજા, વગેરેના ધંધામાં વિવિધ રીતે અગ્નિકાયની; તથા પંખા વીંઝતાં,
ફણુ વગેરે ફેંકતાં, શ્વાસે શ્વાસ લેતાં-મૂકતાં, ધમણ વગેરે ફૂંકતાં કે શંખ વગેરે વગાડતાં, વગેરે આ ભવે કે અન્ય ભામાં સ્વયં કે બીજા દ્વારા વાયુકાયની; અને વનસ્પતિને છેલવાથી, કાપવાથી, પીલવાથી, મરડવાથી, તેડવાથી, ઉખેડવાથી કે ભક્ષણ કરવાથી, ખેત્રમાં-ખળામાં કે બાગ-બગીચા વગેરેમાં તે તે પ્રકારે આરંભ કરવાથી વિવિધ રીતે વનસ્પતિ જીવની જે વિરાધના કરી-કરાવી હાય; એમ ત્રણેય કાળમાં વિરાધેલા સર્વ-સ્થાવર જીવોને હું હે ભગવંત! આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું
વળી હે ભગવંત! સંખ્યાથી અસંખ્ય જે ગંડેલા, અલસિયાં, જળ, કૃમિયા, શંખ, છીપ, કોડા વગેરે વિવિધ જાતિના બેઈન્દ્રિય ને; માંકડ, મકે ડા, કુંથુઆ, કીડીઓ, કાતરા, ઘીમેલે, ઉધેઈ, જુઓ, વગેરે વિવિધ જાતિના ઈન્દ્રિય જીવોને; અને મધમાખીએ, તીડે, પતંગિયાં, ડાંસ, મરછર, માખીઓ, ભમરા, ભમરીઓ, વિંછુઓ, વગેરે વિવિધ જાતિના ચૌરેનિદ્રય