________________
૭૧
આ તિર્યચપણમાં પણ એકેન્દ્રિય બનેલા મેં મારા વિરુદ્ધ વણ–ગંધ-રસ-સ્પર્શથી બીજા પૃથ્વીકાયાદિ કઈ પણ જીની સાથે મળીને ક્યારેય પણ જે વિરાધના કરી હોય તેને, અને એકેન્દ્રિયપણામાં જ રહેલા મેં બેઈન્દ્રિયાદિ પંચેન્દ્રિય સુધીના જીવોની કઈ પણ વિરાધના કરી હોય; તે સર્વને પણ ખમાવું છું. તેમાં પૃથ્વીકાય બનેલા મેં પત્થર, ઢેફાં કે બીજા કેાઈ રૂપે બેઈન્દ્રિયાદિ અન્ય જીના શરીર ઉપર પડીને તેઓને વિરાધ્યા હેય, અપૂકાય બનેલા મેં અન્ય જીવોને ડૂબાડીને માર્યા હોય, કે હિમ, કરાં, વર્ષોની ધારા, કે અન્ય રીતે છંટકાવ દ્વારા વિવિધ પીડાઓ કરી હેય, અગ્નિકાય બનેલા મેં વિજળી, અગ્નિ, દીપક કે દાવાનળરૂપે અન્ય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને કઈ રીતે કદાપિ વિરાધ્યા હોય, વાયુકાય બનેલા મેં અન્ય જીવેનું શેષણ, હનન, ઉડાડવા, કે તેઓના અવયવાદિ ભાંગવાતેડવા-મરડવા વગેરે કઈ પણ પ્રકારની ત્રણેય કાળમાં જે કોઈ વિરાધના કરી હોય, અને વનસ્પતિકાય બનેલા પણ મેં વૃક્ષની ડાળ રૂપે અન્ય જીવે ઉપર પડીને કે મારીને, ઝેરી અથવા વિરુદ્ધ પ્રકૃતિ દ્વારા, એમ કઈ પણ રીતે કદાપિ અન્ય ત્રાસ-સ્થાવર કઈ પણ જીવને જે વિરાયા હેય; તે સર્વ જીવોને હે ભગવંત! હું આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું.
બેઈન્દ્રિયાદિ ત્રસપણને પણ પામેલા મેં અલસિયા,