________________
અને મિથ્યાત્વરૂપી મહાશત્રુને મૂળમાંથી ઉખેડી નાખ્યા. પછી આઠમા અપૂર્વ ગુણસ્થાનકને સ્પશીને નવમા અનિવૃત્તિ બાદરે પહોંચ્યા અને ત્યાં મૂળથી અપ્રત્યાખ્યાનીપ્રત્યાખ્યાનાવરણ આઠ કષાને ઊખેડવા માડયા. તે અડધા હણ્યા ત્યાં વચ્ચે જ નરકગતિ, નરકાનુપૂર્વ, તિર્યંચગતિ તિર્યંચાનુપૂર, જાતિચતુક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણએ નામકર્મની તેર અને થિણદ્વિત્રિક-એ સેળને મૂળમાંથી નાશ કર્યો. તે પછી શેષ રહેલા કષાયને નાશ કર્યો. પછી નપુંસકવેદ, તે પછી સ્ત્રીવેદ, પછી હાસ્યાદિ છે, પછી પુરુષવેદ અને પછી ક્રમશઃ સંજવલન કેધ-માન અને માયાને નાશ કર્યો. પછી સંજવલન લોભને ફૂટવા લાગ્યા ત્યારે હણાત તે એક અંશથી અતિ સૂક્ષ્મ થઈને નાસતા સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે છૂપાયે, તે ત્યાં જઈને પણ તેને ક્ષપકશ્રેણિરૂપ તિક્ષ્ણ વડે સંપૂર્ણ નાશ કર્યો. એમ અ૬ વ શરૂપે રમતો મેહરાજ સર્વથા નાશ પામતાં આજ સુધી આગળ નહિ વધેલા તે બલિરાજર્ષિસૂરિ ત્યાંથી કૂદીને ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાને (પગથિયે) પહોંચ્યા. ત્યાં પાંચ પાંચ રૂપધારી જ્ઞાનાવરણ અને અંતરાય તથા નિદ્રા, પ્રચલા તથા ચાર દશનાવરણરૂપે છ પ્રકારના દર્શનાવરણને મૂળમાંથી હણી નાખ્યા. એ રીતે ચાર ઘાતકર્મ રૂપ મહા નાયકનો નાશ થતાં શેષ શત્રુન્ય અકિંચિકર બની ગયું. અને આજ સુધી