________________
" તે સાંભળીને ભયથી કંપતા બલિરાજે કેવલીભગવંતના ચરણમાં માથું મૂકીને કહ્યું કે-ભગવદ્ ! મેહ વગેરે શત્રુઓ અતિ દુષ્ટ છે. તેઓ આ ભવમાં મને છળે તે પહેલાં જ આપ મને કૃપા કરીને ચારિત્રધર્મના સૈન્ય સાથે મેળાપ કરી આપો. (દીક્ષા આપે.) અને એ ઉપાય બતાવે કે-તેઓ મને પરાભવ ન કરી શકે ! હું હવે તેઓને સર્વથા અંત કરવા ઈચ્છું છું.
કેવળીભગવંતે “તારે તેમ કરવું તે યોગ્ય જ છે. વગેરે કહીને તેને દીક્ષા આપી અને કહ્યું કે-મેહને અંત કરવાને ઉપાય એક જ છે કે-આ ચારિત્રધર્મના સૈન્યને કોઈ રીતે તું તજીશ નહિ. તે પૂર્વે ચારિત્રધમની કોઈ પ્રકારે ઉપેક્ષાદિ કરવાથી જ મહાદિ શત્રુઓએ તને ભટકાવી દુઃખી કર્યો છે. ચારિત્રધર્મના શરણે રહેલાનો વાળ વાંકે કરવાની મેહની તાકાદ નથી. ઈત્યાદિ હિતશિક્ષા સાંભળીને બલિરાજર્ષિ પ્રશસ્તભાવે ચારિત્રધર્મની સેવા કરવા લાગ્યા અને સદ્દબોધ-સદાગમે ઉપદેશેલા વિધિથી વિહાર કરતા, મહાદિ શત્રુના બળનું નિકંદન કરતા, ગામ-નગરાદિમાં વિચરતા તેઓએ અનેક ભવ્ય અને મહાદિની વિડંબનાથી બચાવ્યા. પછી એગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ આપ્યું.
અન્યદા અપ્રમત્તદશાને પામેલા તેઓને અતિ વિશુદ્ધ અધ્યવસાયરૂપ ક્ષપકશ્રેણિ નામે ખર્શની પ્રાપ્તિ થઈ તેથી તેના બળે ચાર અનતાનુબંધી કષાયો