________________
દિવસે મેં નિષ્ફળ અનર્થકારક ગુમાવ્યા. તેથી હવે જે ગુરુયોગ મળે, તે મારા ઈષ્ટકાર્યને સાધું. એમ શુભ ભાવનામાં પ્રભાત થયું. પૌષધ પારીને પ્રાત:કાર્યો કરીને રાજસભામાં ગયો. ત્યારે બહાર મૃગરમણ ઉદ્યાનમાં કેવળીભગવંતનું આગમન સાંભળ્યું, તેથી હર્ષિત થયેલો તે મોટા આડંબરથી ત્યાં ગયો અને વિનય-ભક્તિથી તેઓને પ્રણામ કરીને યોગ્ય ભૂમિએ બેઠે.
પછી દેશના સાંભળીને સવેગને પામેલા તેણે કેવળીભગવંતને પ્રાર્થના કરી કે હે ભગવંત! આપના ચરણનું શરણ આપીને મારા શેષ જીવનને સફળ કરો ! હે ભગવન ! મેં આજ સુધી માનવજન્મને નિરર્થક ગુમાવ્યો છે.
કેવળીભગવંતે કહ્યું કે-રાજન્ આ જન્મમાં તે ગુમાવ્યું તે તે કેટલું માત્ર છે? પૂર્વભવમાં જે ગુમાવ્યું છે, તે તે કહેતાં પણ ભય લાગે અને લેકને આશ્ચર્યકારક બને તેવું છે. ત્યારે બલિરાજે કહ્યું કેભગવદ્ ! તે સાંભળવા મારી ઈચ્છા છે. કેવળીભગવંતે કહ્યું કે તે તે આયુષ્ય પૂર્ણ થાય તે પણ ન કહી શકાય તેટલું-તેવું છે, છતાં જે તારે સાંળળવું હોય, તે સંક્ષેપમાં સાંભળ! એમ કહીને તેનું પૂર્વ સંસાભ્રમણ અને સમક્તિ પામ્યા પછીના ભવેનું વર્ણન સંક્ષેપમાં જણાવ્યું.