________________
so
ગુણોને સાંભળી આકર્ષાયેલી અનેક રાજકન્યાઓ દેશદેશથી પરિવાર સાથે સ્વયંવર આવી. રાજાએ તે સર્વને એગ્ય ઉતાર આપ્યા. પછી અનુકૂળ સમયે બલિકુમારને બેલાવી માતા-પિતાએ સ્નેહપૂર્વક એકાન્તમાં પ્રાર્થના કરતાં કહ્યું કે-હે વત્સ! તું અમને માતા-પિતા માને છે, ધર્મના તત્વને સમજે છે, અને આ તારા ગુણેને સાંભળીને આકર્ષાયેલી મોટા રાજાઓએ સ્વયંવર મોકલેલી નિજનિજ કન્યાઓ નિરાશ થઈને પાછી જતાં અમારા ચિત્તમાં મહા ખેદ થશે એમ જાણે છે, તે મંગળપૂર્વક એમની સાથે લગ્ન કરે ! અને મોટા મારપૂર્વક આવેલી તે બીચારીઓને સ્વરાજ્ય અને ભોગનાં સુખને અનુભવ કરાવ! પછી તારા રાજ્યના સુખને જોઈને, પ્રસન્ન થએલાં અમારા મરણ પછી રાજ્યની વ્યવસ્થા કરીને તારી ઈચ્છા પ્રમાણે તું ચારિત્ર સ્વીકારજે ! એ વગેરે માતાપિતાનાં વચનો સાંભળીને બલિકુમારે વિચાર્યું કે-અહ! મારા પ્રત્યે માતા-પિતાને ઘણે નેહ છે, વળી હું તેમને એક જ પુત્ર છું, તેથી જે હું તેમનું કહ્યું નહિ માનું, તે તેમને અતિ સંક્લેશ થશે. માટે મારે જે કરવાનું છે તે તો પછી પણ હું નિશે કરીશ, અત્યારે તે માતા-પિતાને સમાધિ પમાડું! એ પણ મારાં અતિ ઉપકારી છે, પૂજ્ય છે, હિતસ્વી છે, તેથી તેમની આજ્ઞા પણ વંદનીય છે. વળી નિકાચિત પુણ્યકર્મ પણ આ રીતે જ ખપી શકે, એમ વિચારી અનિચ્છાએ પણ