________________
૫૯
તેટલું ધન ભેટમાં આપ્યું. નગરમાં સર્વત્ર વધામણ શરૂ થયા, બંદીખાનેથી કેદીઓને છોડી મૂક્યા, યાચકોને મુખમાગ્યાં દાન દેવાં શરૂ કર્યા, ક૨-દાણ માફ કર્યા અને શ્રી જિનમંદિરમાં અર્ધ મહોત્સવ મંડાવ્યા. એમ જન્મસવના દશ દિવસ નગરમાં સર્વત્ર આનંદમંગળમય વાતાવરણ શરૂ થયું. રાજાએ જોષીઓને બોલાવી જન્મલગ્ન જેવરાવ્યાં. તેના જવાબમાં જોષીઓ એકમત થઈને રાજાને કહેવા લાગ્યા કે –હે રાજન ! આનંદ નામા વર્ષમાં, શરદઋતુમાં, કાર્તિક માસમાં, ભદ્રાબીજ તિથિમાં ગુરુવાર, કૃતિકા નક્ષત્રમાં, વૃષરાશિમાં, વૃતિગમાં, પ્રશસ્ત ગૃહની દૃષ્ટિવાળા લગ્નમાં, સર્વ ગ્રહે ઉચ્ચ સ્થાને વતે છે, હેરાઓ ઉર્ધ્વમુખી છે અને પાપગ્રહો અગિ યારમા સ્થાને શુભ ફળ દેનારા છે. ત્યારે આવા ઉત્તમ સમયે પુત્રજન્મ થએલો હોવાથી આ પુત્ર ઘણું લક્ષ્મીને સ્વામી અને અપરિમિત પરાક્રમાદિ ગુણવાળો મહારાજાધિરાજ થશે. તે સાંભળી રાજા ઘણે પ્રસન્ન થયે અને દાન-સન્માનપૂર્વક જોષીઓને વિદાય કર્યો. પછી
ગ્ય દિવસે મહોત્સવપૂર્વક બલિકુમાર એવું પૂર્વજોનું નામ રાખ્યું. કમશઃ કુમારના ગુણે, વય અને બુદ્ધિત્રણેય સ્પર્ધાથી વધવા લાગ્યા. અનુક્રમે સર્વ કળામાં કુશળ અને બુદ્ધિને ભંડાર એ પુત્ર યૌવનવયે કામ-- દેવને પણ હરાવે તેવા રૂપ-લાવણ્યવાળે બન્યા. દેશવિદેશમાં સર્વત્ર કાતિ વિસ્તાર પામી અને તેના રૂપ