________________
૬૧ -
માતા-પિતાનું વચન સ્વીકાર્યું અને આવેલા રાજકન્યાઓ સાથે મેટા મહોત્સવથી લગ્ન કર્યું. એમ કેટલાક કાળ ભેગસુખમાં પસાર કરી પિતાએ આપેલા રાજ્યને દીર્ધકાળ નિવિંદને પાળ્યું, પ્રજાને પુત્રવતું પાળો. તેનું અધર્મથી રક્ષણ કર્યું અને ધર્મ માર્ગની વૃદ્ધિ કરી.
એમ વીશ લાખપૂર્વ કુમાર અવસ્થામાં અને ચાલીશ લાખપૂર્વ રાજ્યાવસ્થામાં પસાર કરી, સાઈઠ લાખપૂર્વ સુધી ઘણું સ્થાને જીર્ણોદ્ધાર કરાવ્યા, સ્વદેશમાં અનેક ગામનગરોમાં નવાં પણ અનેક મોટાં શ્રી જિનમંદિરે બંધાવ્યાં અને રથયાત્રા પ્રવર્તાવી. એમ વિવિધ રીતે શ્રી જૈનશાસનની પ્રભાવના કરી.
પછી એકદા પફખીના દિવસે ઉપવાસ કરી સાંજે દેવદર્શન-વંદન કરી, રાત્રિ સ્વાધ્યાય-સામાયિક-પૌષધથી પૂર્ણ કરી, પ્રાતઃ સમયે સદ્બોધના સહકારથી તે વિચારવા લાગ્યો કે-અહે! સામાન્ય માનવની જેમ મેં વિષયમાં ગૃદ્ધ થઈને અતિ દુર્લભ આ માનભભવને ઘણે ગુમાવી દીધે, સાગરોપમો સુધી ભેગેને ભેગવવાથી જે તૃતિ ન થઈ, તે આ માનવનાં તુછ ભેગોથી કેમ થશે? તવથી વિચારતાં આ સંસારમાં સારભૂત કંઈ નથી. માત્ર મૂઢ પુરુષે ભ્રમણાથી તેને સાર માની ઠગાય છે. લક્ષમી, યોવન, પુત્ર-પરિવાર, શરીર અને આરોગ્ય, બધું ક્ષણિક છે, પુણ્યાધીન છે, પુણ્ય પૂરું થતાં ચક્રવતી પણ ભીખારી અને દેવે પણ દાસ બને છે. આટલા
સારમાં જગથી તિ