________________
૫૮
સવેગભાવની પ્રભાવકતા
સગુણામાં પ્રધાન ગુણ સવેગ છે! તેની પ્રાપ્તિ થતાં જ જ્ઞાન સમ્યજ્ઞાન, દર્શન સમ્યગ્દર્શન અને ચારિત્ર સમ્યક્ચારિત્ર બની જાય છે, માટે રત્નત્રયીરૂપ મેાક્ષમાગ ની આરાધનાનું મૂળ સંવેગ છે.
આ સંવેગભાવપૂર્વક હૃદયના ભાવેાલ્લાસથી એક વાર પણ જો મહામત્ર નમસ્કારનું. સ્મરણ થાય, તા જન્મ-જન્માન્તરનાં ઢગલામહુ કારમાં કર્યાં પળવારમાં મળીને ખાખ થઈ જાય છે, જેને લીધે સ'સારમાં રહેવાની– કર્મીના સંબંધથી ખંધાવાની ઈચ્છા જાગે છે, તે સહજમળના હાસ અને જેના પ્રભાવે મેાક્ષગમનની યેાગ્યતા વિકસે છે, તે તથાભવ્યત્વના પરિપાક, ૧-દુષ્કૃત ગાઁ, ૨-સુકૃત અનુમાદના અને અને ૩-ચતુઃશરણુગમન રૂપ સાધનત્રયીથી થવા લાગે છે.
આ સાધનત્રયી જેમ શ્રી જિનકથિત પ્રત્યેક અનુઠાનામાં અંતર્ભૂત છે, તેમ શ્રી નમસ્કાર મહામત્રમાં પણ એ વ્યાપીને રહેલી છે. જેમ કેશ્રી નમસ્કાર મહામંત્રમાં દુષ્કૃત ગાઁદિસાધનત્રયી
શ્રી અરિહતાદિ ચારેય મહામ‘ગલ છે અને લેાકેાત્તમ છે, તેથી તેઓનું શરણુ સ્વીકારતાં કે સમ્યક્ સ્મરણ કરતાં દુષ્કૃત-પાપની અમ‘ગલતાના અને સુકૃતની મગલમયતાના યથાય એધ થાય છે. તેના પરિણામે દુષ્કૃત્ય હૈય અને સુકૃત્ય ઉપાદેય જણાય છે.