________________
૫૩
કળાઓ અંગે પૂછ્યું. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કેઅમારી પાસે ઘણી ગંભીર અને તારિક કળાઓ છે. તે સાંભળીને તેણે ભણાવવા માગણી કરી. ત્યારે તેઓએ કહ્યું કે-ગૃહસ્થવેષમાં ભણાવાય નહિ, સાધુવેષ ધારણ કરે
ને જ ૯ ણાવાય. તેણે તે કબૂલ કર્યું અને દીક્ષા લીધી. ગુરુએ પણ તેની યોગ્યતા સમજીને ચૌદપૂર્વ સુધી ભણાવ્યું. ત્યારે તેને વૈરાગ્ય વધી ગયો. તેને અધ્યાત્મયોગી જે જાણીને મેહના સમગ્ર પરિવારમાં ચિંતા પ્રગટી. મેહે કહ્યું કે-હવે તો એ આપણે શત્રુ બની જશે. સબંધ-સદાગમે તેને આપણે સઘળી માયાજાળ સ્પષ્ટપણે સમજાવી દીધી છે, જેથી બીજાઓને પણ એ સઘળી હકીકત જણાવશે અને તે સઘળા મળીને આપણું કુળનાં મૂળ ઉખેડશે. શું કરવું? હવે તેને વશ કરનાર આપણી પાસે કઈ નથી. એ રીતે મેહરાજાને નિરાશ, ચિંતાતુર જોઈને બાજુમાં બેઠેલી નિદ્રાએ એ બીડું ઝડપ્યું અને મેહરાજ પાસે માગણું કરી. પ્રસન્ન થઈને મેહરાજે તેને અનુમતિ આપી. પછી તે પોતાના આળશ, અંગભંગ, બગાસું વગેરે વિવિધ પરિવારની સાથે એ મહાત્માની પાસે પહોંચી. તેના સંપર્કથી એ મહાત્મા આળશને વશ થયા. પછી તે એક એક શક્તિએ તેઓને નિદ્રાવશ કરી દીધા. તેથી ભણવાનું, ગણવાનું, અર્થચિંતન વગેરે સઘળું છોડી દીધું. એમ નદ્રાએ વશ કરી સ્વાધ્યાયને મૂળમાંથી છોડાવી