________________
૧૪
દીધે. જે ગુર્નાદિ પ્રેરણા કરે, તે હું કયાં ઊંધું છું? તમને દરેકને એમ લાગે છે તે ભ્રમ છે. હું તે મૌન અને ધ્યાનથી અર્થચિંતન કરું છું, વગેરે મિથ્યા ઉત્તર આપી સૌને જુ ઠરાવવા લાગ્યો. તેથી આખરે અયોગ્ય સમજી દરેક મુનિઓએ તેની ઉપેક્ષા કરી. ત્યારે સર્વ વિરતિ, સદાગમ, સદૂધ, સમ્યકત્વ–એ બધાએ પણ તેને છોડી દીધું. પરિણામે મેહના ભૂતડાં ઘેરી વળ્યા. અને પુનઃ માગભ્રષ્ટ કરી અજ્ઞાનને સોંપી દીધું. ત્યાં અજ્ઞાનથી હિંસાદિને વશ પડેલા તેણે વિવિધ પાપ કર્યા. અને મરીને નરક, નિગોદ વગેરે ભમાં કેટલાય કાળ ભટક્યો.
એ રીતે તેનું પતન જોઈને ચારિત્રધર્મરાજા અને તેને સર્વપરિવાર ચિંતાતુર બની ગયા. ચારિત્રધર્મરાજાએ પિતાના પરિવારને કહ્યું કે મેહશત્રુ કર્મરાજા પાસેથી અનંતા-અ અને દુર્ભને પક્ષમાં લઈને આપણા કુટુંબના મૂળ ઉખેડવા સતત પ્રયત્ન કરે છે. તેની સામે રક્ષણ કરવા માટે અમે માગણી કરતાં એક જ ભવ્ય જીવ કમરાજે આપણને આપવાનું કહ્યું. અને કેણ જાણે કેટલા કાળે તે આપણને મળે! આપણે પણ તેની પાછળ ઘણી મહેનત કરી તેને ભણાવ્યો અને તૈયાર કર્યો. ત્યારે મહારાજે તેને પુનઃ નીચે પટકી ભવમાં ભમતાં કરી દીધું. શું કરીએ? કોને કહીએ? કમરાજની ગતિ ગહન છે. બે બાજુ ઢાલ બજાવે છે. એમ નિરાશ