________________
૫૬
પુણ્યાયનુ જ પાષણ કરશે. તેથી માહાર્દિશત્રુએ મુક્તિમાં પ્રવેશ કરતાં સુધી તેને લેશ પણ સ્પશી શકશે નહિ, માટે ચિંતા કરવી નહિ, તે સંદેશા સાંભળીને સમ્યગ્દર્શન વગેરે સર્વે અતિ પ્રસન્ન થયા.
પછી તે જૈનેન્દ્રનમાં સત્ર તેારણુ ખધાવ્યા, ઘેર ઘેર સેાનાના મગળ કળશેાને સ્થાપ્યા, હાર શણગાર્યો, ધ્વજાએ બધાવી, માગે સુગ'ધી શીતલ જળ ઈટાવ્યા, સુવર્ણ –રત્નાનાં દાન દીધાં, અારિપડુ વગડાવ્યે અને નૃત્ય-ગીત સાથે વાજિ ંત્રાના નાદ શરૂ થયા.
આ બાજુ સિંહુરથ પણ બાલ્યકાળથી દેવ-ગુરુને રાગી, પૂજા-ભક્તિ, ગુરુવંદન, ધમ શ્રવણ વગેરેમાં દત્તચિત્ત બન્યા. સમયે વિદ્યાભ્યાસ પણ પૂર્ણ કર્યાં. અને ક્રમશઃ યૌવનને પામ્યા, છતાં વૈરાગી તે વિષયની વાત પણ કરતા નથી. સ્ત્રીવગ થી સર્વથા દૂર રહેનાર તેને પરણવાની વાત તે ગમે જ કેમ ? શાસ્ત્રોનું શ્રવણ કરતાં ભવનું સ્વરૂપ જાણી લીધું, તેથી વૈરાગ્ય વધ્યા અને મેાક્ષસુખની તીવ્ર રૂચિ પ્રગટી.
તે પછી એક દિવસ ચાર જ્ઞાનવાળા સુનિધિ નામના આચાર્ય ભગવ ́ત પધાર્યાં. તેએાની દેશના સાંભળીને અને માતા-પિતાદિને યુક્તિપૂર્વક સમજાવીને, તેઓના આશીર્વાપૂર્વક મોટા માત્સવથી દીક્ષા સ્વીકારી, તેથી ચારિત્રધમ ના સવ સૈનિકે અતિ પ્રસન્નતાપૂર્વક તેને સહાય કરવા લાગ્યા. તેએાની સહાયથી સિંહરથે મેાહુનું