________________
હે જિનેશ્વરદેવ ! આપના અનંત ઉપકારી આગમના પ્રભાવે મારી કથની કંઇક માત્ર જાણી શક્યો છું, તે આપને જ પરસ ક્ષકાર છે. આપ તો એ મારા ઈતિહાસને પૂર્ણ પૂર્ણ જાણે છે, હું તે તેમને અનંતમે અંશ પણ જાણી શક્ય નથી, તે પણ જે અલ્પ માત્ર જોયું છે તે મારી કાયાને કંપાવે તેવું છે. મેં મૂઢ અજ્ઞાનીએ આપના જેવા પરમ ઉપકારી સળ% છતાં એવી ભૂલ કરી છે કે તે સ્વમુખે કહી શકાય તેમ પણ નથી. પણ હે દેવાધિદેવ! આપની સમક્ષ નમ્રભાવે એ હકીકતને રજુ કરી મારા આત્માને એ પાપના ભારથી કંઈક હલકો કરવા ઈચ્છું છું. આપ તે કરુણાના સાગર છે, સમુદ્ર સમાન ગંભીર છે, સેવકના અપરાધે જાણવા છતાં આપે તો તેને હંમેશાં તારવા જ પ્રયત્ન કરે છે. એટલે આશા છે કે-મારા જેવા પાપીને પણ ઉગારશે, સન્માર્ગે દેરી સદાને માટે સુખી કરશે.
સાંભળે પ્રશ્ન મારે અતિ ઘણા દૂરના ભૂતકાળમાં તે હું અનાદિકાળાશ્રી સૂમ વનસ્પતિકાયમાં જ અનંતી વાર જ -મર્યો, એક માત્ર સોયની અણી જેવડા નાના શરીરમાં મારે અનંતા જેની સાથે રહેવાનું, પીડાને પાર નહિ, પરાધીનતાને સુમાર નહિ, સાથે આહાર, સાથે નિહાર, સાથે વિહાર, સાથે શ્વાસશ્વાસ, પરસ્પરની પારાવાર પીડાઓ મેં અનંતાનંત પુદગલપરાવર્તી સુધી વેઠી, કેઈ મારું રણીધણી નહિ,