________________
તેમની છેલ્લી હાર હતી અને મારી પહેલી છત હતી. પણ હે પ્રભે! અહીંથી આગળ વધવું અતિ અઘરું હતું. શું કહું ભગવંત ! એ શત્રુઓને નિર્બળ તો કરી દીધા, પણ ત્યાં રાગ-દ્વેષની એક મેટી સેના ઉભી જ હતી અને એક કદમ પણ આગળ વધી શકાય તેમ ન હતું. તેથી કેટલાય કાળ મારે એ સ્થિતિમાં જ પસાર કરે પડ્યો. આપના શાસનના ચક્રવતી શ્રી ધર્મરાજાનું દર્શન ઘણું દુર્લભ હતું, વચ્ચે મેહનાં સહાયક મારાં ઘાતક ઘાતકર્મોની આકરી ચુકી હતી. હું લાચાર બન્યા અને પુણ્યમહારાજની મહેરબાનીથી લાગ શેલતે કાળ નિગમન કરતો રહ્યો, ત્યારે કૃપાળુ પુણ્યમહારાજાએ મને વિશુદ્ધતર અધ્યવસાયરૂપ અપૂર્વ કરણ નામને અતિ તીર્ણ (મારા આત્માના વિશુદ્ધ અધ્યવસાય-ઉત્સાહરૂ૫) કુહાડો આપે અને મને કાનમાં ગુપ્ત રીતે (રાગ-દ્વેષની ગાંઠને તેડવા) સમજાવ્યું. તેથી મારો ઉત્સાહ-બળ પહેલાં કદાપિ નહિ પ્રગટેલું તેવું પ્રગટયું અને તેથી મેં અનંતાનુબંધી ક્રોધાદિ ચારેય કષાયે સહિત પેલી રાગ-દ્વેષની ગાંઠરૂપ શત્રુઓને ભગાડી દીધા. તેઓ નાસીને મારા ચિત્તરૂપી જંગલમાં છૂપાઈ ગયા. ત્યાં મેં ચંદ્ર જે ઉજવળસુંદર અંતરકરણ નામને સમ્યગ્દર્શનને મહેલ જોયે, હું અનિવૃત્તિ નામના તેના આંગણામાં પહોંચી ગયે અને તે અનિવૃત્તિકરણ:(નામના મારા વિશુદ્ધતમ અધ્ય