________________
૪૮
નિયમને લુપતા, નિસત્વતા વગેરેએ ભંગા, તે ભાવનાને આરૌદ્રધ્યાને તેડાવી. એમ દેશવિરતિ પત્નીના પ્રભાવે વાર વાર આપની સહાય મળવા છતાં મારા પિપેલા એ મહિના સુભટોએ મને સર્વત્ર લૂંટી લૂંટીને રખડત-રઝળ-દુઃખી દુઃખી કર્યો. હું કેટલું કહું મારું વિતક?
હે પ્રભુ! જ્યારે મારી આ દશા હતી, ત્યારે મારી સાથે જ આપની કૃપાનું પાત્ર બનેલા એક મહાત્માએ એ મહાદિ શત્રુઓને પરાભવ કરીને જે રીતે સર્વથા વિજય મેળવ્યું, તે આપ તો જાણે જ છે, તો પણ તેની અનુમોદના માટે હું કહું છું તે સાંભળે!
હે પ્રભો! તે મહાત્મા પણ મારી જેમ અનંતીવાર ચડતી-પડતીને ચક્રાવે ચઢેલા હતા. મારી સમાન ભૂમિકાએ પહોંચેલા તેને કર્મમહારાજે એકદા અરવિંદ નામે રાજકુમાર બનાવ્યો. યૌવનવય પૂર્વે સઘળી કળાએ શીખે. પછી એકદા ઉદ્યાનમાં ગુરુને પધારેલા જાણીને તે ત્યાં વંદનાથે ગયે, વંદનાદિ કરી ધર્મદેશના સાંભળી. એ અવસરે કર્મમહારાજે તેને અતિ શુભ અધ્યવસાય રૂપ ખડ્ઝ આપ્યું. તેનાથી તેણે મોહ વગેરે શત્રુઓનું શરીર દેશવિરતિ પ્રાપ્ત કરતાં ખંડયું હતું, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલું પુનઃ છેદી નાખ્યું. તેથી પ્રત્યાખ્યાનાવરણ કેધાદિ ચારેય કષાયે ત્યાંથી નાસી છૂટયા. ગુરુમહારાજે તેને સમ્યગ્દર્શન અને