________________
૪૫
શત્રુએ જાણવા દીધી જ નહિ. હું જાણે વિદુષી હોઉં એટલો આડંબર રાખતી. એક દિવસ ઘેર જતાં રાજમાર્ગમાં એક બહેન મળી, મેં હાથ પકડીને તેને ઉભી રાખી અને કહ્યું કે-તમે કંઈ જાણે છે ? તેણે કહ્યું કેના પ્લેન મારે કંઈ જાણવું નથી, પણ હું છોડું તે તે ખસે ને? મેં કહ્યું સાંભળે ! આપણુ રાજાના પટરાણું, મને કહેતાં શરમ આવે છે, પણ તેમનું જીવન બરબાદ છે. શું કરીએ બાઈ ! મોટા ઘરમાં મેટી ખેડ! અને તરત એ બાઈ તે મારો હાથ તછોડીને ભાગી, પણ આ વાત ત્યાં કામપ્રસંગે આવેલી રાણીની દાસીએ સાંભળી અને તેણીએ રાણીને કહી. બાદ રાણીએ રાજાને કહી અને તરત રાજાના દૂત છૂટયા, આવ્યા મારા ઘેર ! મારા પિતાને હુકમ કર્યો કે-રાજાજી હમણાં જ હિણીની સાથે રાજમંદિરમાં બોલાવે છે. શેઠ ગભરાયા, શું હશે ? કેમ રહિણીને બોલાવતાં હશે ? અતિ ચિંતાતુર બનીને મને સાથે લઈને રાજમંદિરે ગયા. ત્યાં રાજાએ મને એકાન્તમાં બેસાડી પૂછયું કે-હેન સાચું કહે ? મહારાણીને અંગે તેં શુ વાત જાણું છે? હે ભગવન ! મારા તો હોશકોશ ઉડી ગયા, પણ પેલી માયાએ મને સૂઝ આપી. તેથી જાણે કંઈ બન્યું જ નથી તેમ મેં કહ્યું. અરે, રાજાજી! આપ તે મારા પિતા છે અને મહારાણી તે મારી માતાથી પણ અધિક છે. શું હું તેમનું ભૂંડું બોલું? પ્રભુ! પ્રભુ! અને આવું કે