________________
દેશવિરતિ બધાય મને આવી ગયા અને હું બારવ્રતધારી બ. યૌવનવયે પિતાજીએ ઘરજમાઈ રાખીને તેની સાથે મારું લગ્ન કર્યું. એ કારણે કે-મને સસરાને
ત્યાં ધર્મને અંતરાય ન પડે. મને ઘરના (સર્વ) સઘળા વ્યવહારથી મુક્ત ષ્મી ધર્મ માટે પૂર્ણ સગવડ આપી અને હું પણ આરાધવામાં સતત ઉદ્યમ કરવા લાગી. પણ પેલા મારા શત્રુઓને ક્યાં નિરાંત હતી? તેઓ તે મને ફસાવવાને લાગ જોતાં જ હતા. તેથી કોઈનું જોર ન ચાલ્યું ત્યારે વિકથાને મારી પાસે મોકલી. મેં પુનઃ મૂઢ બનીને તેને આશ્રય આપ્યો. પછી તે પૂછવું જ શું ? તેના પ્રભાવે રાજકથા-દેશકથા–ભક્તકથા - સ્ત્રીકથા વગેરેમાં મને ખૂબ રસ લાગે. જ્ઞાનધ્યાન, અધ્યયન, દેવપૂજા, ધમશ્રવણ–બધામાંથી ચિત્ત ઉઠી ગયું.
જ્યારે મંદિરે જતી, ત્યારે જે કઈ બાઈ મળે તેને ઉભી રાખી જેની–તેની સાચી-ખોટી વાતો જ કરવા લાગતી. શેઠની પુત્રી અને વળી લાડકી, એટલે મને કઈ કંઈ શકે નહિ. જે કઈ કહે, તો હું તેને ઉધડી લઈ લઉં! મારે કોની બીક હતી? મંદિરમાં લેકેને અંતરાય પડે કે પ્રતિક્રમણ બગડે તેની મને દરકાર નહિ. વ્યાખ્યાનમાં તે મારું વ્યાખ્યાન ચાલુ જ હોય, છતાં અગ્ય માની મને કંઈ કંઈ કહેતું નહિ. ત્યારે હું માનતી કેબધાને મેં હરાવ્યા છે તેથી મને કંઈ કહેતા નથી. મારી અગ્યતા તે મને પેલા માનકષાયે અને અજ્ઞાન