________________
પ્રસન્ન થઈ મારું નામ સુમતિ રાખ્યું. હું મટે થયે, સર્વ કળાઓ શીખે અને યૌવનને પામ્યો, પણ બાલ્યકાળથી ગુરુઓને સંસર્ગ, ઉપદેશશ્રવણ, સજજનોની સોબત વગેરે સુગના કારણે પેલી સમકિતની પુત્રી ધર્મબુદ્ધિએ મને જાગૃત કર્યો. તેથી ધર્મમાં ઉત્સાહ વધતાં પેલી કર્મશત્રુઓની શક્તિ જે બાકી હતી, તેમાંથી પણ મેં સંખ્યાતા સાગરોપમપ્રમાણુ કાપી નાંખી. ત્યારે પેલા વિરતિના વિરોધી અપ્રત્યાખાનીય ક્રોધાદિ કષાયો નાસી છૂટયા. તેના પ્રભાવે મને હિંસા પ્રત્યે ધૃણા(ઉપજી) પ્રગટી અને મેં નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક નહિ મારવાનું સ્થૂલ પ્રાણતિપાત વિરમણવ્રત ગુરુ પાસે ઉચ્ચર્યું. અને વહ-બંધ-છવિચ્છેદ અતિભારારોપણ તથા આહાર-પાણીને અંતરાય, એ તેના પાંચ અતિચારોને પણ તન્યા. પછી વતનું કાળજીપૂર્વક પાલન કરવા લાગ્યા. ત્યારે મારા પિષેલા પેલા મારા શત્રુઓએ અવસર જોઈને ક્રૂરતાને મારી પાસે મોકલી. હું તેને વશ થઈ ગયે, તેથી દેણદારોને ત્રાસ આપવા લાગ્યા. તે ત્યાં સુધી કે ભૂખ્યા-તરસ્યા પણ રાખું, તેથી પીડિત થયેલા કોઈ મરી પણ જાય. એમ કરવા છતાં ધન તો વધવાને બદલે હતું તે પણ નાશ પામ્યું. તેથી દરિદ્ર બનેલાં મેં રાજાની નોકરી સ્વીકારી. ત્યારે હિંસા અને અપ્રત્યાખ્યાન કષા જે નાસી છૂટયાં હતાં તે આવ્યા. તેના પ્રભાવે હું લેકેને મારતે, કે