________________
૩૭
વસાય) દ્વારા મેં તે મહેલના દ્વારનાં શમસંવેગરૂપ કમાડોને ખેલી નાખ્યાં. પછી અંતરકરણ નામના તે મહેલમાં પ્રવેશ કરતાં જ ઉપશમસમ્યકત્વ નામના ધર્મરાજના મહામંત્રીને મને મેળાપ થયે.
હે ભગવંત ! તે સમ્યગ્દર્શનનું વર્ણન કરવા કેણુ સમર્થ છે? જે સદગુરૂપ અમૃતને સમુદ્ર, ચારિત્રધર્મરાજના સમગ્ર રાજ્યવ્યવહારને સંચાલક, સદાગમને સગો ભાઈ, સદૂધને મોટા ભાઈ વિધવત્સલ, જેના નામને પણ સાંભળીને મેહની સમગ્ર સેના ધ્રુજે છે, જેણે મેહના મિથ્યાત્વ નામના મંત્રીને સકુટુંબ અનેકશઃ સૂર્યો છે અને અનંતા આત્માઓને ધર્મરાજના શરણે પહોંચાડીને કમબંધનથી સર્વથા મુક્ત કર્યા છે, તે સમ્યગ્દર્શનના ગુણે હું પામર કેટલા ગાઉં?
હે પ્રભો આ સમ્યગ્દર્શન મારા અંતરાત્મામાં જ હતું, પણ પેલા મિથ્યાત્વ–અજ્ઞાન-ક્રોધ-માન-માયા -લોભ વગેરે મારા કટ્ટર શત્રુઓએ મને તેનું દર્શન પણ કરવા દીધું નહિ, અનંતાનંત કાળ મને અંધ-મૂઢ બનાવીને સંસારમાં રખડાવ્યો અને કહી ન શકાય તેવાં અનંતાં દુઃખેથી રીબા.
હે ભગવંત ! પુણ્યમહારાજાએ મને સાથ આપીને મારી આંતરિક શક્તિને ( અધ્યવસાને) પ્રગટ કરાવી તે શત્રુઓને નસાડયા અને સમ્યગ્દર્શન મેળાપ કરાવ્યું. - હે ભગવંત! આપને કટ્ટર શત્રુ, દ્રોહી, નિમક