________________
ચઢાવી કુટણખાનું શીખવાડ્યું. કેઈ વાર માછીને ત્યાં જન્મે ત્યારે તેણે જીવહિંસા શીખવાડી, જીવનભર પંચેન્દ્રિય જીના પ્રાણ લેવરાવ્યા. કેઈ વાર પારધીને ત્યાં જન્મ્યો ત્યારે તેણે શિકારની કળા શીખવાડી, જીવનભર અનાથ જીના ઘાત કરાવ્યા. કેઈ વાર જગલી ભીલ થયે, ત્યાં માંસાહાર-સુરાપાન–ચેરીખૂન-ધાડ-લૂંટફાટ વગેરે પાપ કર્યા. એમ આય દેશમાં પણ વારંવાર હલકા કુળ-જાતિમાં જન્મીને મેં પેલાં લોલુપતા અને દુરાચાર વગેરે ભૂતડાને વશ બની કેવળ વાર પાપ જ કર્યા. અને વારંવાર એ પાપોથી ભારે થયેલે હું નરકની ઘર વેદનાઓ વેઠી વેઠીને પુનઃ તિયચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણું સુધીમાં અસહ્ય દુએ વેઠતે અનંતા પુદ્ગલપરાવર્તી સુધી મનુષ્ય બની શકે નહિ. અનંતા કાળે કઈ વાર પુણ્યની કૃપાથી મનુષ્ય બન્યું, ત્યારે ત્યાં પેલા મહાદિ શત્રુઓના સુભટને અઘેર પાપ કરાવી પાછો નરકનાં અને તિય“ચાનાં દુખોની પરંપરાઓમાં ગુંથી લીધે. આવા આંટા પણ કંઈ થડા નથી થયા. અનંતા આંટા કરવા છતાં ઉત્તમ કુળ-જાતિમાં જન્મ ન મળે.
વળી કાળાંતરે પુણ્યને દયા આવી, તેથી મને આ દેશમાં ઉત્તમ કુળમાં જન્મ આપે, પણ જેમ જેમ પુરયે મારે પક્ષ કર્યો, તેમ તેમ મારા નિષ્કારણ વૈરી અનાદિ શત્રુઓ પેલા મહાદિના સુભટેએ વધારે