________________
૩૧
બદલો લઈ લઈને વારંવાર મને હલકે કર્યો. જે એવાં દુઃખે તેમણે ન દીધાં હત, તે મારાં એ પાપ ક્યાં ઓછાં થાત? અને ભારેકમી હું ઉચે શી રીતે આવી શકત?
વાસ્તવમાં તે મારી અગ્યતા છતાં મારા જેવા નાલાયકને પુણ્ય પક્ષ કર્યો એ જ બહુ ખોટું થયું. એના બળે મને પાંચ ઈન્દ્રિય, મન, મનુષ્ય, ઉત્તમ કુળ, જાતિ વગેરે મળતું અને નિભંગી હું એનાથી પાપ જ કરતે. પુણ્યની તો મારી ઉપર કૃપા જ હતી. હું નાલાયક હતું, તેથી અમૃતને પણ ઝેર બનાવતે, તરવાની સામગ્રીથી સંસારમાં ભમતો. એ કાળે આપનું દર્શન મને ન થયું એ મારા જ દુર્ભાગ્યની અવધિ હતી. બીજા કોઈને દેષ દેવે તે તેને અપરાધ કરવા બરાબર છે.
જે કાળે હું એ બધા પાપ કરતે, તે કાળે પણ મારી સાથે જન્મેલા કેઈ તમારા શરણે આવેલા જીવો આપની, આપના શાસનની સેવા કરીને સંસારમાંથી છૂટી જતા. આપની આજ્ઞા પાળવા માટે તેઓ પ્રાણું આપતા, પણ મોહને વશ નહિ થતા. શું એઓને મેહના સુભટે નહોતાં પજવતા ? પરંતુ એ આપની આજ્ઞાને અને તેઓને ભગાડી દેતા અને હું માહાદિને વશ બનીને આપના શાસનને દ્રોહ કરતે. કેઈ કે તે આપના ઉપદેશામૃતથી સિંચાએલા મારા તરફથી કરાતા ઉપદ્રો સહન કરીને, મહાદિ શત્રુઓને વિજય કરીને અમરપદને પામતા. ત્યારે એ જે કાળે હું એને