________________
માત્ર નામને જ મનુષ્ય. શરીર અતિ કેમળ પર્યાપ્તિઓ શરીરરચના) પૂરી કરતાં પહેલાં જ તુર્ત મરણ પામ્યો. વધારેમાં વધારે ત્યાં હું સાત-આઠ વાર એ મનુષ્ય બની શકતે, એથી વધારે તે નહિ જ. પુનઃ પેલાં અનંતાં દુખે વેઠવા માટે એકેન્દ્રિયાદિ જાતિમાં અનંત કાળ ભટકતે.
એમ આંટાફેરા કરતાં કમની કારમી જેલમાં સપ્ત દુઃખ સહન કરતાં કોઈ એક વાર વળી પુણ્યકર્મો કરૂણા લાવી મને ગર્ભજમનુષ્ય બનાવ્યું, પણ અનાર્યદેશમાં. ત્યાં ધર્મનું નામ નહિ, આચારમાં વિવેક નહિ, તત્ત્વતત્વને ખ્યાલ જ નહિ, માત્ર નામથી મનુષ્ય. જીવન તે પશુ જેવું, કેવળ વિષયકષામાં મસ્તીવાળું, પુણ્ય-પાપનો કે આલેક-પરલેકને વિચાર સરખેય નહિ. એવા દેશમાં હું ગભરની ગંદી હાલતમાંથી ઉધે મસ્તકે પસાર થઈ પુષ્કળ પીડાને સહન કરતે જન્મે. ત્યાં તો પેલાં મોહ-અજ્ઞાન, વિષય-કષાયે વગેરે ભડકી ઉઠયા. જાણે એમનું સર્વસ્વ લૂંટાઈ જતું હોય તેમ ચિંતામાં પડી ગયા અને મને પાપ કરાવીને દુખી કરવા બરસગૃદ્ધિ-અનાચાર વગેરેનાં રૂપે કરી મારા શરીરમાં પેઠા. બસ, પછી તે પૂછવું જ શું? વાનરને નિસરણ આપવા જેવું થયું. એક તે અનંતકાળથી મારી આ કુટેવો હતી જ, તેમાં વળી આ મેહનાં ભૂતડાં મારા શરીરમાં પેઠાં, એટલે ભાનભૂલેલા મેં પાપો કરવામાં પાછું વાળીને જોયું જ નહિ. માંસભક્ષણ, મદિરા વગેરે બધાં વ્યસનેમાં પૂરે, બહેન