________________
વચ્ચે વચ્ચે નારકીના ભવો પણ ઘણું કર્યા. ત્યાંની પીડાઓ તે કહી જાય તેમ નથી. ત્યાંનું ક્ષેત્ર જ એવું ભયંકર કે ઘોર અંધારૂં, પ્રકાશ તો સ્વપ્ન પણ મળે નહિ અને ત્યાંના પુદ્ગલો પણ એવાં અનિષ્ટ કે વિષ્ટા પણ તેનાથી સારી. ત્યાંનું સાગરેપમેના સાગરેપમો જેટલું લાંબું આયુષ્ય, જીવ ઈરછે તે પણ પૂર્ણ આયુષ્ય ભગવ્યા વિના છૂટાય નહિ. ઠંડીનાં દુઃખે એવાં કેત્યાં ઠંડીથી ઠરી ગયેલા જીવને અહીં બરફના ઢગલામાં દાટી દેવામાં આવે તો પણ તેને એમાં ઉંઘ આવી જાય. ગરમી તે એટલી અસા કે ત્યાંની ગરમીમાં ગભરાઇ ગયેલા નારકીને અહીંની આગ ઠંડી લાગે અને ભૂખતૃષાને તો પાર નહિ. સમુદ્ર જેટલાં પાણી પીવા છતાં શાન્તિ ન થાય, એવી તૃષા અને પીવાનું પાણી મળે નહિ. ભૂખ એટલી કે-હજારો મણ ખોરાક ખાવા છતાં ધરાય નહિ અને ખાવા કાંઈ મળે નહિ. એટલાથી જ બસ ન હતું. ત્યાં ભેગાં થયેલા નારકીઓ પરસ્પર શાથી એકબીજાને કાપે, શરીરના ટૂકડે ટૂકડા કરે, પણ એ પાપીશરીર પાછું હતું તેવું થઈ જાય અને વારંવાર એ દુખે વેઠવા છતાં જીવને તેમાંથી છૂટકારો ન જ થાય. એ ઉપરાંત જાણે દુમને હેય તેમ પરમાધામીજાતિના જમના દૂત જેવા દે ત્યાં આવી આવીને મારી કારમી કદર્થના કરતા તે તે જુદી. એમાં એમને કુતુહળ હતું અને મારે તે જીવ જણાતો હતો, પણ