________________
તાપના તડકે, કઈ વાર સાવરણીના સપાટે, તે કઈ વાર ઘંટી, સાંબેલા ને સૂપડાંના ઝપાટે દેખે કે મારે, તો પણ મારું રક્ષક કેઈ નહિ, મારી દાદ-ફરિયાદને કઈ સાંભળે નહિ. નાસીને કેટલે દૂર જાઉં? તે વખતે મારું શું ગજુ હતું કે માનવની સામે હું મારી રક્ષા કરી શકું? એ વખતે મારી કરુણ કરનાર હતા માત્ર જૈન સાધુએ કે કઈ જન ગૃહસ્થો! એ પણ ઉપકાર આપને જ હતો. હે ભગવન! આપના કહેવાથી તેઓ મને દુઃખી કરતા નહિ, બીજાઓને મારી દયા કરવાનું સમજાવતા, કેઈ એમની વાતને માની જતા, તે હું બચી જતા. બાકી તે પશુ કે પક્ષી, માનવ કે દાનવ, બધાંય મારી પાછળ પડ્યાં હતાં. મારો મારે, કાઢ કાઢે, એ અહીં ઉપન્યો જ કેમ? જાણે આ જગતમાં મને ક્યાંય જીવવાને અધિકાર જ ન હોય, તેમ સર્વત્ર સર્વ જાતિમાં હું ત્રાહી ત્રાહી પિકારતો જ રહ્યો, પણ મને કોણ બચાવે? એમ પારાવાર કષ્ટો વેઠવા છતાં પેલા મેહના સુભટેએ મને જીવન જીવવા માટે એવા પાપ કરાવ્યાં કે પાછો પાપના પંઝે પલે હું એકેન્દ્રિયપણામાં પૂરાયે. ત્યાં પૃથ્વી પાણી વગેરેનાં વિવિધ દુખે પૂર્વની જેમ વેઠીને સંખ્યાત સાગરેપમાં પૂરા કર્યા. વળી શુભ કર્મપરિણામે દયા લાવી ચાર ઈન્દ્રિયવાળો બનાવ્યું. ત્યાં વધારામાં મને ને પણ મળ્યાં. છતાં અજ્ઞાનથી ઘેરાયેલા મારા જીવને એ નેગેથી લાભને