________________
જીવતાં અને હું એમના જીવન માટે ભોગ બની બનીને મરતે. એ રીતે દરેક એ કેન્દ્રિયપણે વ્યવહારરાશિમાં પણ ભિન્ન ભિન્ન જાતિમાં હું ઉપજતે અને મરતે. તે પણ અનંતકાળ, અનંતાનંત જન્મ-મરણથી મેં પૂરે કર્યો. એમ એક માત્ર પશેન્દ્રિયને વશ પડેલા મને મહાદિ શત્રુઓએ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ તથા કે, માન, માયા, લેભ, લેક અને એuસંજ્ઞાથી (અસ્પષ્ટ) ચેતનાથી, અનંતી આપત્તિઓ ઉભી કરીને દુઃખી દુઃખી કર્યો. અને કેને કહું ભગવંત! શી રીતે કહું? બોલવા માટે પણ જીભ ન હતી, એમ કરતાં અનંતાનંત કાળે શુભ કર્મ પરિણામ રાજાને મારા ઉપર કંઈક દયા આવી અને મને સુખી કરવા તેણે મને જીભ આપી. એથી હું બેઈન્દ્રિયવાળો કહેવાય, પણ માત્ર જીભથી શું કરી શકાય? આપને ઓળખ્યા વિના મિથ્યાત્વ-અજ્ઞાનકષાયેને વશ થઈ જીમથી પણ મેં પાપે જ વધાર્યા, સારા-ખેટા રસ(સ્વાદ)ને વશ પડી મેં ઉલ્ટા દુદખાને વધાર્યા. એમ બેઈન્દ્રિયપણામાં કઈ વાર શંખને ભવ તે કઈ વાર કેડાને, જળ, અળશિયા, લાળિયા
ને કે લાકડાંના કિડાને, કેઈ વાર ગડેલાને, ચંદનકનો, કિમિયાને કે પાણીમાં પારાનો અવતાર લઈને અનેક દુઃખ વેઠયાં, પણ અજ્ઞાન અને મૂઢતાથી જે વેઠયાં એથીય નવાં ઘણું વધાર્યા. અને એનું પરિણામ એ માગ્યું કે-પુનઃ એકેન્દ્રિયપણમાં અનંતાં કાળી