________________
હતું નહિ. તે શરીરને પણ મેહ (પરિગ્રહ) તે એટલે જુલ્મી હતો કે તેની રક્ષામાં મૂઢ બનેલા મેં એક ક્ષણ નિરાંત ભેગવી નહિ અને અસમજથી પણ પાપ કરતો જ રહ્યો.
એમ કરતાં કેઈ વાર પુનઃ શુભ કર્મ(પુણ્ય)ની કૃપાથી પાંચેય ઈન્દ્રિઓ સાથે મને મન મળ્યું અને હું સંજ્ઞી તરીકે ઓળખાવા લાગ્યું. બીજું મારું નામ-ઠામ ઠેકાણું કંઈ હતું જ નહિ. લેકે મને મારા શરીરના આકારને અનુસારે ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, કુતરા, બીલાડા, સાપ વગેરે તે તે રૂપે ઓળખતા. આ ભમાં મારે માના ગર્ભની ગંદી ગટરમાં મહિનાઓ સુધી રહેવું પડતું. તે દુઃખે તે એવાં અસહ્યા હતાં કે ઘણું વાર તે હું વિનાજને ગર્ભમાં જ મરી જતો. કેઈ વાર જન્મ લેતે ત્યારે એવી પીડા થતી કે પેલું પુણ્ય મને પરાણે બચાવતું. કેઈ વાર તે મરી પણ જતો. એવા તિયચપણના જુદી જુદી જાતના ભવે કરી ભટકતે, કઈ વાર જીવનભર પાણીમાં જ રહેવાનું. ત્યાં મગરમચ્છ વગેરેનાં અનેક જાતનાં રૂપ બદલતે, કઈ વાર સાપ વગેરે થતો, કેઈ વાર નળીયા-ખીસકેલાં, ઉંદર વગેરેનાં ભ કરતે, તે કઈ વાર કુતરાં, બીલાડાં, ગધેડાં, બેલ, વણીયર, વાંદરાં, માંકડાં, બકરાં, ઘેટાં, સિંહ, મૃગલાં, સસલાં, વાઘ, વરૂ, ભૂંડ, શિયાળીઆ, ગાય, ભેંસ, પાડા, ઘોડા, હાથી, ઉંટ વગેરેનાં રૂપે