________________
૫૬
સર્વત્ર થઈ રહી છે. એવા કાઈ પ્રદેશ કે કોઈ સ્થાન નથી, જ્યાં પરમાત્માની અતુલ કરુણાની વૃષ્ટિ કે અન’તજ્ઞાનના પ્રકાશ ન હોય!
આ અગાધ કરુણાના અને જ્ઞાનપ્રકાશને આત્માને સ્પર્શે નથી થતા, તેમાં તેની પેાતાની દૃષ્ટિ જ દોષપાત્ર છે. સમગ્ર વિશ્વને અજવાળતાં રિવિકરણે ઘુવડને પ્રકાશદાયી નથી બનતાં, એમાં ઘુવડની દૃષ્ટિના જ દોષ છે ને ?
।
જો શાસ્રષ્ટિથી પરમાત્માની આ વિશ્વવત્સલતાને વિચારીએ, તેા આપણા ચિત્તમાં આશા અને ઉત્સાહને અમૃત છછંટકાવ થાય અને ઘર કરી રહેલી દીનતા, હતાશા, શાક, ભય તથા ચિંતાની સઘળી લાગણીએ ક્ષણમાં નષ્ટ થઈ જાય.
પરમાત્માની સવ ગામી વત્સલતામાં આત્માને સ્નાન કરાવીને પછી જુએ કે તમારામાં કેવી જાગૃતિ અને સ્મૃતિ" ખીલી ઉઠે છે ?
આ રીતે જુદા જુદા દૃષ્ટિકાણુથી વિવિધ રીતે સસારની અસારતાને અને સારતાને તાત્ત્વિક વિચાર આત્મવિકાસના અનન્ય પાયારૂપ સર્વગાદિ ભાવેાની અધિકાધિક વૃદ્ધિ કરે છે.
શાસ્ત્રજ્ઞાનની મહત્તા
જીવને ભવમાં ભટકાવનાર અને પેાતાના શુદ્ધ ચિદાન દમય સ્વરૂપથી અજ્ઞાત-વચિત રાખનાર જીવના