________________
અને સર્વજનહિતાય બની રહેશે, એ નિર્વિવાદ વાત છે.
આજથી લગભગ છ વર્ષ પૂર્વે આ ગ્રન્થની મૂળ પ્રાકૃતકૃતિ પ્રતાકારે પ્રકાશિત થઈ છે, જેનું સુંદર સંશોધન-સંપાદન આ જ આચાર્ય મહારાજના લઘુ ગુરુભાઈ પૂજ્ય મુનિવર્ય શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજે તથા પંડિત શ્રી બાબુભાઈ સવચંદે વર્ષોની મહેનતપૂર્વક તૈયાર કર્યું હતું, તેને પણ ઉપકાર શ્રી જૈન સંઘ ન ભૂલે તે છે.
પ્રાન્ત, આ ગ્રન્થરત્નના વાચન અને શ્રવણથી પ્રત્યેક ભવ્યાત્માઓમાં સંવેગરંગની વૃદ્ધિ થાય અને પરંપરાએ પરમપદ-મેક્ષના શાશ્વત-અવ્યાબાધ સુખના ભક્તા બને, એ જ એક શુભાભિલાષા !