________________
આ જ સંસાર છે, પણ મૂઢ આત્મા તે સમજતું નથી, તેથી ચારેય ગતિમાં અતિ આકરી પીડાઓ વેઠે છે.
તે પરિસ્થિતિમાં જ્યારે જીવાત્મા સભાન બને છે, ત્યારે સંસારથી અર્થાત્ મેહથી ભયભીત બને છે અથવા મેહથી છૂટવા ઈચ્છે છે. તે ભયને અથવા છૂટવાની તેની ઈચ્છાને સંગ કહેવાય છે.
આ સંવેગ વિના જીવાત્મા કદાપિ સાચા સુખને પામી શકવાનો નથી. જ્ઞાનીભગવંતે કહે છે કે-ઘણે કાળ તપશ્ચર્યા કરે, ચારિત્રને પાળે અને ઘણુ પણ ભણે, છતાં જે તમે સંવેગ પામ્યા નથી, તો તે સર્વ ફતરાને ખાંડેવાતુલ્ય છે. તથા આખા દિવસમાં જે ક્ષણ પણ સવેગાસ પ્રગટે નહિ, તે આ બાહ્ય કાયકષ્ટરૂપ ક્રિયાઓથી શું કમાયા ? વધારે શું કહીએ? પખવાહિયાને અંતે, મહિનાને અંતે, છ મહિને કે વરસને અંતે પણ જેને સવેગાસ પ્રગટે નહિ, તેને અભવ્ય અથવા દુભવ્ય જાણુ.