________________
૧૪
ઉત્પન્ન કરાવી શકાતી નથી. ભવમાં ભટકવુ કે પાર ઊતરવું, એ પણ (અપેક્ષાએ) જીવની પાતાની ઈચ્છાને આધીન છે. જીવ દરેક પ્રવૃત્તિ પેાતાની ઈચ્છાથી જ કરે છે.
અમુક પ્રકારની ઈચ્છા થવી અને અમુક પ્રકારની ઈચ્છા ન થવી, એમાં જીવનું પેાતાનું જ તથાપ્રકારનું તથાલવ્યત્વ અથવા સહેજમળ એ જ કારણભૂત છે.
•
ભવનું રૌદ્ર અને મેાક્ષનુ' સૌમ્ય સ્વરૂપ જાણ્યા પછી પશુ ભવમાં ભમવાની ઈચ્છા કે મેાક્ષપ્રાપ્તિની ચ્છિા થવી, એની પાછળ જીવની પેાતાની ચેાગ્યતા, કે જે સહજમળની વૃદ્ધિ કે હાસરૂપ છે, તે સૂચિત થાય છે. આ સહુજમળને અન્ય દર્શનકારા દિક્ષા અને ભવખીજ કહે છે.
ઈચ્છારૂપ લીલાના આ વિચાર પણ સ`વેગ-વૈરાગ્ય વગેરેની વૃદ્ધિ કરે છે અને તેથી સ`સાર પ્રતિના પક્ષપાત મઢ પડી જાય છે.
(૫) જગત પૂર્ણ છે-ષ્ટિ તેવી સૃષ્ટિ '-એ ઉક્તિ અનુસાર જેની દૃષ્ટિ પૂર્ણ છે, તેને જગત પૂર્ણુ દેખાય છે. શુદ્ધ ચિદાન દમય પૂર્ણ સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધભગવતા સમગ્ર જગતને પૂર્ણ જુએ છે. એટલુ જ નહિ, જેને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા-રુચિ પ્રગટી ચૂકી છે, એવા અસખ્યાત સમ્યગ્દષ્ટિ જીવા પણ
* સચિવાન પૂજૈન પૂર્ણ" નવેક્ષ્યતે ॥' (જ્ઞાનસા ૨ )
"