________________
૫૭
પિતાને અજ્ઞાનજન્ય દુભવ જ છે. બગડેલા આ ભાવને સુધારવા અને વ્યાપેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે શ્રી જિનાગમને અને તેમાં જણાવેલાં સદનુષ્ઠાનેને આશ્રય લેવો અનિવાર્ય છે. એ વિના જીવનું અજ્ઞાન અને તજજન્ય દુર્ભાવાદિ દુષ્ટ ભાવે કદાપિ ટળી શકે તેમ નથી.
પરમજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતે આજે અહીં ભલે વિદ્યમાન નથી, પણ તેઓને ચિંધે મોક્ષમાર્ગ તો આજે પણ શાસ્ત્રોમાં અકબંધ સચવાયેલે વિદ્યમાન છે. અનેક ભવ્યાત્માઓ તેનું આલંબન લઈને પોતાના સ્વરૂપને પ્રગટાવી ગયા છે અને પ્રગટાવી રહ્યા છે.
પ્રસ્તુત ગ્રન્થની ઉપકારકતા
સંવેગરંગશાળા” નામને આ અદ્દભુત ગ્રન્થ પણ મોક્ષમાર્ગની આરાધના કેમ કરવી? એનું સચોટસર્વાગીણ માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રાકૃત શૈલિમાં દશ હજાર ઉપરાંત ગાથા પ્રમાણુ રચેલા વિશાળકાય આ ગ્રન્થમાં “પરિકમ' વગેરે મુખ્ય ચાર દ્વારો અને તેના અનેક પિટાદ્વારો દ્વારા મેક્ષમાર્ગની આરાધનાનાં વિવિધ પાસાઓનું સુંદર, સચોટ અને વિસ્તૃત વર્ણન કર્યું છે. સાથે મોક્ષના બીજભૂત સંવેગાદિ ભાવેની મહત્તા દર્શાવીને તેને પ્રગટાવવાની અદ્ભુત પ્રેરણું જ નહિ, યુક્તિઓ પણ આપી છે.