________________
રાજા માનીને નથી સુખ-હર્ષની ઉમિઓ અનુભવતે !!
વેશથી ભલે હું રંક કે રાવ કહેવાતું હોઉં, પણ મારું વ્યક્તિત્વ તે એ બન્નેથી તદ્દન ભિન્ન છે. આ ખ્યાલ નૃત્યકારના દિલ-દિમાગમાં તદ્દન સ્પષ્ટ હોય છે.
સંસારી જીવાત્માની દશા તે એથી વિપરીત છે. મોહવશ એ જે કઈ પાર્ટ–વેશ ભજવે છે, એને જ પિતાનું સ્વરૂપ માની લે છે. અને તે તે સ્વરૂપ-અવસ્થાને અનુસાર તે સુખ-હર્ષ કે દુખ–દીનતાની ઘેરી લાગણએના પ્રવાહમાં તણાતા જાય છે.
જેના ઉપર મોહની ઘેરી અસર છે, એ જીવની વિવેકદ્રષ્ટિ ન ઉઘડવાના કારણે તેને પિતાનું અસલી સ્વરૂપ શું છે? એ જણાતું નથી, માત્ર સંસારમાં જ સુખ છે, સાર છે, એવી મિથ્યા ભ્રમણામાં જ તે રમે છે.
ઘણી ઘણી પીડાઓ અને આપત્તિઓ જીવનમાં અને જગતમાં પ્રત્યક્ષ જેવા, જાણવા અને અનુભવવા છતાં મેહવશ નથી તે તેને સંસારની અસારતા સમજાતી, કે નથી તે સ્વ-સ્વરૂપની એને સાચી પીછાણ થતી !
સંસાર અને સંવેગની વિશેષતાસંસારરંગશાળા એ રંગશાળા નહિ પણ રંકશાળા છે. જેમાં અનંતજ્ઞાનાદિ ગુણસંપત્તિ અને અવ્યાબાધ સુખસંપત્તિના સ્વામી એવા આત્મરાજાને, મેહ-ભાન