________________
જીવનું અને જગતનું યથાર્થ સ્વરૂપ
જ્ઞાનીઓના કથન મુજબ સંસારને યથાર્થ એાળખીએ, તે સંસાર પ્રત્યેની જે ભ્રામક દષ્ટિ છે તે ટળી જાય છે. જ્ઞાનીઓએ તે સંસારને દુઃખમય, પાપમય, અજ્ઞાનમય, પ્રમાદમય અને કષાયમય કહ્યો છે; જીવનું સ્વરૂપ તે તેથી વિપરીત પૂર્ણ જ્ઞાનમય અને પૂર્ણ આનંદમય છે, એમ કહ્યું છે.
સંસાર એ જીવની સહજ નહિ, વિકૃત અવસ્થા છે, આત્માનું એક દઢ બંધન છે. જીવને ભવમાં ભટકાવનાર જે કઈ હોય, તે તે એક માત્ર મોહ છે; અને આ મેહ તે બીજું કઈ નહિ, પણ તત્વથી પિતાના વરૂપનું અજ્ઞાન અને તેથી પ્રગટતા રાગ-દ્વેષાદિ મલિન પરિણામ જ છે. મેહ બહાર નહિ પણ ભીતરને જ એક ભયંકર શત્રુ છે.
શ્રદ્ધા અને સંવેગપરમ જ્ઞાની પુરુષના આ યથાર્થ કથન પ્રત્યે જે વિશ્વાસ-શ્રદ્ધા પ્રગટે, તો તે જીવનું કલ્યાણ થતાં વાર ન લાગે! પછી મેહની તાકાત નથી કે- એ જીવને તે પિતાની ઈચ્છા મુજબ નચાવી શકે કે સંસારમાં ભટકાવી શકે ! જગતના અને જીવના યથાર્થ સ્વરૂ પની શ્રદ્ધા થતાં જ જીવને સંસાર હેય અને પિતાનું શુદ્ધ સ્વરૂપ જ એક ઉપાદેય લાગે છે.
આ દુઃખમય સંસારથી ક્યારે છૂટું અને મારા